અમદાવાદ: ટકાઉ અને ઓપ્ટિમમ પેકેજિંગ સોલ્યુશન્સ પૂરા પાડતું ઇનોવેટિવ ડિજિટલ પ્લેટફોર્મ ઇનપેકેજિંગે તેની અત્યંત પ્રતિક્ષિત ઇવેન્ટ ‘પેકેજિંગ ફોર ધ બેટર વર્લ્ડ, 2024’નું આયોજન કર્યું હતું જેમાં 300થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટ ટકાઉ પ્રેક્ટિસીસ શોધવા તથા ઇનોવેશનને પ્રોત્સાહન આપવા, પેકેજિંગ ફાઇનાન્સનું સોલ્યુશન લાવવા તથા કિફાયતી પેકેજિંગ સોલ્યુશન્સને પ્રમોટ કરવા માટે પ્રતિબદ્ધ હતી જેનો લક્ષિત હેતુ પેકેજિંગ ખર્ચને 10-50 ટકા ઘટાડવાનો હતો. શિશ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની શિશ ગ્લોબલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડનું સાહસ ઇનપેકેજિંગ પાંચ વર્ટિકલ્સ સાથે પેકેજિંગમાં પરિવર્તન લાવશેઃ પેકેજિંગ નોલેજ ફોરમ, પેકેજિંગ પ્રોડક્ટ્સ /સર્વિસીઝ, રેન્ટલ પેકેજિંગ પ્રોડક્ટ્સ, ઈઆરપી/પીડબ્લ્યુપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાઇડ લેબ એન્ડ પેકેજિંગ રેટિંગ. વેબસાઇટ તમામ ઉદ્યોગો તથા ક્લાયન્ટ્સને સેવાઓ પૂરી પાડે છે તથા વિવિધ પેકેજિંગ સોલ્યુશન્સ ઓફર કરે છે. ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઇનપેકેજિંગ ઓપ્ટિમલ પેકેજિંગને પ્રોત્સાહન આપે છે, પ્લાસ્ટિક વેસ્ટ રિસાઇકલિંગની હિમાયત કરે છે અને સર્ક્યુલર ઇકોનોમીના મિશનને સપોર્ટ કરે છે.
ફિનિક્સ ફાઉન્ડેશન બામ્બૂ ગ્રામના સ્થાપક શ્રી પાશા પટેલ, ભારત સરકારના વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલયના રબર બોર્ડના ચેરમેન ડો. સાવર ધનાણિયા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ના પ્લાસ્ટિક વેસ્ટ સેલ ઓફ ગુજરાતના હેડ ડો. અશ્વિન મિસ્ત્રી, સીએનબીસી ટીવીના એડિટર મનિષા ગુપ્તા સહિતના જાણીતા મહેમાનો તથા અગ્રણી હસ્તીઓ તેમજ સભ્યોએ ઇવેન્ટમાં હાજરી આપી હતી જેમણે ટકાઉ ભવિષ્ય માટે ચર્ચાઓ તથા વ્યૂહાત્મક આયોજનમાં પ્રદાન કર્યું હતું. ઇનપેકેજિંગે તેના એડવાઇઝરી બોર્ડના ચેરમેન તરીકે ભારત સરકારના ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેકેજિંગના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રો. ડો. એન. સી. સાહાને પણ સામેલ કર્યા છે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય બંને પેકેજિંગ ઉદ્યોગોમાં તેમની ઉચ્ચ પ્રતિષ્ઠા સાથે ડો. સાહા ઇનપેકેજિંગને સલાહ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમની નિપુણતા પેકેજીંગ વિશિષ્ટતાઓની રચના, ટકાઉ પ્રોડક્ટ્સના વિકાસ, ઈપીઆર અને પીડબ્લ્યુપી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના અને અત્યાધુનિક ઈન્ટરનેશનલ પેકેજીંગ ટેસ્ટીંગ લેબોરેટરીની રચના માટે માર્ગદર્શન આપશે. આ મટિરિયલ અને પેકેજો માટે સુસંગત ગુણવત્તા અને પેકેજિંગ રેટિંગ સુનિશ્ચિત કરે છે.
ભારતમાં પેકેજિંગ ઉદ્યોગે સબસ્ટ્રેટ પસંદગીઓ, બજાર વિસ્તરણો અને નેશનલ પેકેજિંગ પહેલ જેવી સરકારી પહેલ જેવા પરિબળોના લીધે છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે. લગભગ 31 ટકા જેટલા કુલ પ્લાસ્ટિક ઉપયોગ સાથે પેકેજિંગ સેક્ટર સૌથી મોટું કન્ઝ્યુમર સેક્ટર છે. સરકાર એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી (ઈપીઆર) અને ગ્રીન પેકેજિંગ જેવી પહેલ આગળ ધપાવી રહી છે ત્યારે ગ્રાહકોની પસંદગી ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગ સોલ્યુશન્સ તરફ આગળ વધી રહી છે.
ફિનિક્સ ફાઉન્ડેશન – બામ્બૂ ગ્રામના ફાઉન્ડર શ્રી પાશા પટેલે જણાવ્યું હતું કે, “ઇન-પેકેજિંગ પ્લેટફોર્મને ટકાઉ પેકેજિંગ સોલ્યુશન્સ, અદ્યતન ટેક્નોલોજી અને પર્યાવરણ સભાન મટિરિયલ્સને એકીકૃત કરવા માટે આદર્શ પસંદગી તરીકે બિરદાવવામાં આવે છે. આ અભિગમ ઇકોલોજિકલ ફૂટપ્રિન્ટ્સને ઘટાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને ઉદ્યોગમાં ઇકો-ફ્રેન્ડલી પ્રેક્ટિસની વધતી માંગ દર્શાવે છે. અમે બામ્બુ ગ્રામ ખાતે વાંસના ઉપયોગની હિમાયત કરીએ છીએ અને ઇનપેકેજિંગ સાથેના અમારા એમઓયુ સાથે અમે પેકેજિંગ ઉદ્યોગમાં વાંસના ઉપયોગ માટે નોંધપાત્ર પ્રગતિ કરવાની યોજના બનાવીએ છીએ.”
ઇનપેકેજિંગના ડિરેક્ટર અને સહ-સ્થાપક શ્રી સતીશ મણિયાએ જણાવ્યું હતું કે, “પરિવર્તનકારી પેકેજિંગ સોલ્યુશન્સના અગ્રણી પ્રદાતા તરીકે ઇનપેકેજિંગ વિવિધ ક્ષેત્રોમાં પેકેજિંગની મુખ્ય ભૂમિકાને ઓળખે છે. અમારી ઇવેન્ટ પેકેજિંગ ફોર એ બેટર વર્લ્ડ 2024 ટકાઉપણું અને નવીનતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. એસોસિએશનો અને ઉદ્યોગો દ્વારા દર્શાવવામાં આવેલ સમર્થન અને રુચિએ અમારી યોજનાઓને માન્યતા આપી છે. અમે ભારતમાં અને તેનાથી આગળના પેકેજિંગ ઉદ્યોગના વિકાસ માટે તમામ હિતધારકો સાથે નજીકથી કામ કરીશું.”
ઇનપેકેજિંગના એડવાઇઝરી બોર્ડના ચેરમેન ડો. પ્રો. એન. સી. સાહાએ જણાવ્યું હતું કે “ટકાઉ સોલ્યુશન્સ પર ઇનપેકેજિંગનું ધ્યાન પેકેજિંગ ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. એડવાઇઝરી ર બોર્ડના અધ્યક્ષ તરીકે જવાબદાર પ્રથાઓને પ્રોત્સાહન આપતી અને નવીનતાને આગળ ધપાવતી પહેલનું નેતૃત્વ કરવાનો મને ગર્વ છે. અમારી આગામી લેબ ડેવલપમેન્ટ યોજનાઓ અને રેન્ટલ રિયુઝેબલ પેકેજિંગ સોલ્યુશન્સ વધુ ગ્રીન, વધુ ટકાઉ અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”
અમારા ભાવિ સહયોગ માટે ઇનપેકેજિંગે ફિનિક્સ ફાઉન્ડેશન – બામ્બૂ ગ્રામ, ફેડરેશન ઓફ ઈન્ડિયા ટીમ્બર મર્ચન્ટ્સ, સૉ મિલર્સ એન્ડ અલાઇડ ઇન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન કમ્પોસ્ટેબલ પોલીમર એસોસિયેશન, ગુજરાત ટીમ્બર મર્ચન્ટ ફેડરેશન અને એક્સપોર્ટર એસોસિયેશન ઓફ બાંગ્લાદેશ જેવા વિવિધ સંગઠનો સાથે એમઓયુ કર્યા છે. ચૌધરી કોર્પોરેશન ઓફ બાંગ્લાદેશે પણ બાંગ્લાદેશમાં ઇનપેકેજિંગ ફ્રેન્ચાઇઝી સ્થાપવાની જાહેરાત કરી છે જે લોન્ચના દિવસે જ ઇનપેકેજિંગના વૈશ્વિક વિસ્તરણને સૂચવે છે.
ઇવેન્ટમાં સીએનબીસી ટીવીના મનિષા ગુપ્તાએ પેકેજિંગ ફોર ધ બેટર વર્લ્ડ વિષય પર ડાયનેમિક પેનલ ડિસ્કશનનું સંચાલન કર્યું હતું જેમાં શ્રી અભિનવ શર્મા, શ્રી અભિજિત ગાંધી, શ્રી વિક્રમ ભાનુશાળી, શ્રી મનસુખ પટેલ અને શ્રી સફીઉલ્લાહ ચૌધરી સહિતના ઇન્ડસ્ટ્રી લીડર્સ સમાવિષ્ટ હતા અને તેમણે ટકાઉ પેકેજિંગ સોલ્યુશન્સ અને વૈશ્વિક પહેલ અંગે આંતરદ્રષ્ટિ પૂરી પાડી હતી.
ઇનપેકેજિંગે ઇવેન્ટ દરમિયાન લેબ ડેવલપમેન્ટમાં નોંધપાત્ર સુધારા રજૂ કર્યા હતા જેમાં આગામી ત્રણ વર્ષમાં 500થી વધુ વિવિધ પ્રોડક્ટ્સ ટેસ્ટ કરવાની યોજનાઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત કંપનીએ આગામી 6-8 મહિનામાં રેન્ટલ પેકેજિંગ સોલ્યુશન્સની તેની આગામી રજૂઆતની જાહેરાત કરી હતી જે ટકાઉ પ્રથાઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે અને તમામ પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ (પીડબ્લ્યુપી)ને એક પ્લેટફોર્મ પર લાવવા અને પીડબ્લ્યુપીનુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપે છે.