દેશ અને દુનિયામાં જયારે બધું જ ડિજીટલ થઇ રહ્યું છે ત્યારે લાગણી વ્યક્ત કરવા પણ લોકો મેસેજ કે ફોન કરી કામ પતાવતા હોય છે, ત્યારે આ ઝડપથી ચાલતી ઘડિયાળને થોડીવાર થંભાવીને પોતાના લોકો માટે જાતે કાર્ડ બનાવી આભાર વ્યક્ત કરવો, કૃતજ્ઞતા વ્યક્ત કરવા, જન્મદિવસની ઉજવણી માટે કે લગ્નતિથિની શુભકામના પાઠવવા હેતુ, પોતાની લાગણીને પેપરમાં ઉતારવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં ધોરણ ૧થી ૫ના બરોડાની શાળાના બાળકોએ ભાગ લીધો હતો. હરીફાઈ વિશે ટેકસો ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાઈરેક્ટર કિન્નરી હરિયાની જણાવે છે કે, ડિજીટલ દુનિયામાં લાગણી વ્યક્ત કરવા માટે નવીનતા અને સર્જનાત્મક રીતે બાળકો પોતાના કુટુંબીજનો અને મિત્રો સાથે ગાઢ લાગણીમાં બંધાય એવી ભાવના જગાડવા આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ, દિલ્હી પબ્લિક સ્કૂલ, સંત-કબીર સ્કૂલ, ટ્રી હાઉસ હાઈસ્કૂલ તેમજ ઝેનિથ સ્કૂલમાંથી આવેલા બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા. પ્રોજેક્ટના કોઓર્ડીનેટર હેલી પંચાલ અને રૂપલબેન જણાવે છે કે, વાલીઓ-બાળકોએ ટેકસો ગ્લોબલના કાર્ડ મેકિંગ કોમ્પિટિશનને આવકારી છે અને બાળકોમાં સર્જનાત્મકતા સાથે લાગણી વ્યક્ત કરવાનો પ્રયાસ ખુબ ગમ્યો હતો.
એસર દ્વારા અમદાવાદમાં પ્રથમ મેગા સ્ટોર એસર પ્લાઝાનો શુભારંભ
અમદાવાદ : ટેકનોલોજી અને ઈનોવેશનમાં વૈશ્વિક આગેવાન એસરે અમદાવાદમાં તેનો પ્રથમ મેગા કોન્સેપ્ટ સ્ટોર એસર પ્લાઝા શરૂ કર્યો છે. પ્રહલાદનગરમાં...
Read more