અમદાવાદ: આજના સમયમાં જયારે મહિલાઓ, બાળકો અને એકલવાયુ જીવન જીવતા વૃધ્ધો અને સિનિયર સીટીઝન્સની સુરક્ષા અને સલામતી ખૂબ જરૂરી બની ગઇ છે ત્યારે હવે મહિલાઓ, બાળકો અને વૃધ્ધોની સલામતી માટે ઇલેક્ટ્રોનીક સીકયોરીટી સીસ્ટમની દેશની જાણીતી કંપની ઇનોવેટી આઇડિયલ્સ એન્ડ સર્વિસીસ લિ.એ એક અનોખી અને અદ્ભતુ ડિવાઇસ-(સેવીયર)તૈયાર કરી છે. જેના મારફતે મહિલાઓ, બાળકો અને વૃધ્ધો કટોકટીના સમયે ગણતરીની મિનિટોમાં મદદ માંગી શકશે અને કોઇપણ જાખમને ટાળી શકશે. ઇનોવેટીવ કંપની દ્વારા આગામી ત્રણેક મહિનામાં આ અનોખી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લોન્ચ કરવામાં આવશે.
જેને બાળકો હાથમાં ઘડિયાળની જેમ પહેરી શકશે તો મહિલાઓ કે યુવતીઓ તેને ગળામાં પેન્ડલની જેમ તેમ જ વૃધ્ધો પોતાના હાથમાં કે પર્સમાં કે સાથે રાખી શકશે તે પ્રકારે તે તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ દેશભરમાં વિવિધ ઈલેક્ટ્રોનિક સિસ્ટમ્સની સિક્યુરિટી, સેફ્ટી અને બિલ્ડિંગ ઓટોમેશન અને ઈન્સ્ટોલેશન માટે સિસ્ટમ ઈન્ટીગ્રેશનની સેવાઓ પૂરી પાડવામાં સંકળાયેલી ઈનોવેટિવ આઈડિયલ્સ એન્ડ સર્વિસીસ(ઈન્ડિયા) લિમિટેડ તેના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ(આઈપીઓ અથવા ઈશ્યુ) સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે એમ અત્રે કંપનીના ચેરમેન અને એમડી મકસૂદ શેખ અને જનરલ મેનેજર ઓમપ્રકાશ લુથરાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંપનીનો આઇપીઓ (ઈક્વિટી શેર્સ)ના પ્રત્યેક રૂ. ૧૦ના ફેસ વેલ્યુના ઈક્વિટી શેર દીઠ રૂ.૩૬થી રૂ. ૪૦ની પ્રાઈસ બેન્ડ સાથે તા.૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ ખૂલશે અને તા.૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ બંધ થશે. આ ઈશ્યુ માટે લીડ મેનેજર શ્રેણી ૧ મર્ચન્ટ બેન્કર પેન્ટોમેથ કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ છે. આઈપીઓમાં રોકડ માટે ઈનોવેટિવ આઈડિયલ્સ એન્ડ સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (કંપની અથવા જારીકર્તા)ના પ્રત્યેક રૂ. ૧૦ (ઈક્વિટી શેરો)ના ફેસ વેલ્યુના ૩૦,૬૬,૦૦૦ ઈક્વિટી શેરોના ઈશ્યુનો સમાવેશ રહેશે. ઈશ્યુનો આકાર સર્વોચ્ચ પ્રાઈસ બેન્ડમાં રૂ. ૧૨૨૬.૪૦ લાખ રહેશે. પ્રત્યેકી રૂ. ૧૦ના ફેસ વેલ્યુના ૧,૫૬,૦૦૦ ઈક્વિટી શેરો ઈશ્યુ (માર્કેટ મેકર રિઝર્વેશન પોર્શન)ની માર્કેટ મેકર દ્વારા સબ્સ્ક્રિપ્શન માટે આરક્ષિત રહેશે. નવા ઈશ્યુમાંથી ચોખ્ખી પ્રાપ્તિઓ કાર્યશીલ મૂડીની આવશ્યકતા અને કંપની-કામગીરીની વિસ્તરણતા અને સામાન્ય-કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે.
ઈશ્યુમાં બેન્ક ખાતાની વિગતો આપનારા એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (એએસબીએ) પ્રક્રિયા થકી ઈશ્યુમાં ભાગ લેનારા બધા સંભવિત રોકાણકારો તે માટે સેલ્ફ સર્ટિફાઈડ સિન્ડિકેટ બેન્ક્સ (એસસીએસબી) દ્વારા બ્લોક્ડ કરાશે. ઈશ્યુ અને નેટ ઈશ્યુમાં કંપનીની પોસ્ટ ઈશ્યુ પેઈડ-અપ ઈક્વિટી શેરમૂડીના અનુક્રમે ૨૬.૯૪ ટકા અને ૨૫.૫૭ ટકા રહેશે. પેન્ટોમેથ કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ ઈશ્યુની બુક રનિંગ લીડ મેનેજર(બીઆરએલએમ) છે. ઈશ્યુની રજિસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ છે. ઈનોવેટિવ આઈડિયલ્સ એન્ડ સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડના ઈક્વિટી શેરો બીએસઈ લિમિટેડના એસએમઈ મંચ પર લિસ્ટેડ થવાનું પ્રસ્તાવિત છે એમ કંપનીના ચેરમેન અને એમડી મકસૂદ શેખ અને જનરલ મેનેજર ઓમપ્રકાશ લુથરાએ ઉમેર્યું હતું.