ભારતના GDPમાં વધારો લાવવામાં નાના અને લઘુ ઉધોગોનો મોટો ફાળો રહેલ છે. જેની માટે ભારત સરકારે ઘણા પ્રગતિશીલ, નવા- નવા રોડમેપ અને રસ્તાઓ તેમજ સ્કીમના લાભની પણ જાહેરાત કરેલ છે. નવા ઉદ્યોગ સાહસિકોનું સાહસ વધારવા માટે સરકાર દ્વારા નવા પ્લેટફોર્મનું આયોજન કરવામાં આવેલું છે. જેના દ્વારા નવા-નવા સાહસિકોનો પરિચય અને ઓળખ દેશ અને દુનિયા સુધી પહોંચે.
ગ્રોથ એવોર્ડ એ ભારતમાં આવેલી પ્રતિષ્ઠિત સંસ્થા છે, જે નવા નવા ઉદ્યોગ સાહસિકોની કામગીરીને ભારત સરકારની પ્રેરણાથી લોકો સુધી આ સાહસ વીરોની ગાથા રજુ કરે છે. આ એવો એવોર્ડ છે કે જેમાં ઉદ્યોગ સાહસિકોની કામગીરીની કાર્યની ચકાસણીની પ્રકિયામાંથી પસાર થવુ પડે છે. જેની અંદર કાર્યકાળનો સમય, જેતે બ્રાન્ડની હાલની પૂરતી કરવામાં આવતી સર્વિસ તેમજ તેની સાથે જોડાયેલા કસ્ટમરની ચકાસણી અને તેમના સર્વિસના બદલામાં આપેલા રેટિંગની પણ તપાસ કરવામાં આવે છે, અને ત્યાર પછી તેમના નોમિનેશનની પ્રક્રિયા. આમ આ બધી પ્રક્રિયામાં જે પાસ થાય, તેઓનું સન્માન સરકારી કે અર્ધસરકારી તેમજ સરકારના કોઈ માનનિય પદાધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. હાલમાં જ ગુજરાત રાજ્યના મેગા સિટી અમદાવાદમાં આવા જ એક ભવ્ય કાર્યકમનું આયોજન થઈ ચુકેલું જેમાં અલગ -અલગ ફિલ્ડના ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ ગુજરાત બહાર નવા કોન્સેપ્ટના સફળતા લોન્ચ બાદ, તે જ કંપની દ્વારા અમદાવાદમાં એક નવાજ પ્રકારનું કેફે કોન્સેપ્ટ ની શરૂઆત થઈ ચૂકી છે જેનું નામ છે “ધ પ્લેયર્સ એન્ડ પ્લેટર્સ” (“THE PLAYERS AND PLATTERS”), જે અમદાવાદના બાપુનગર એરિયામાં આવેલું છે.
સામાન્ય પણે, કેફેમાં સ્મોકિંગ ઝોન હોય જે યુથને બગાડવામાં પૂરતો ભાગ ભજવે છે, પૂલ ટેબલ હોય પણ આ કેફે માતો ૭૫ થી ૮૦ ફુટના બોલિંગ એલેના અત્યાધુનિક ૪ લેન આવેલ છે. જેની એક દિવસની ક્ષમતા ૫૫૦ થી ૬૦૦ની રમતવીરોની છે, સાથે સાથે અમેરિકન અને યુરોપિયન સ્ટાઈલ અને સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત પૂલ અને સ્નૂકર ટેબલની પણ વ્યવસ્થા છે. જેનો આનંદ અને લાભ આજના ૧૫વર્ષ અને તેનાથી ઉપરના કોઈ પણ યુથ લઈ શકશે. સાથે સાથે અત્યાધુનિક કેફે–રેસ્ટોરન્ટ, પાર્ટીઝ માટે બેન્કવેટ હોલની પણ વ્યવસ્થા છે. આમ એક જ છતની નીચે યુથ અને ફેમિલી સાથે આવીને મોજ–મસ્તી ની સાથે હેલ્થી ભોજનનો પણ આનંદ માણી શકે છે.
આવા નવા ઇનોવેશનની ગુજરાત બહાર સફળતા પૂર્વકના લોન્ચ બાદ અમદાવાદની અંદર પણ લોન્ચ દ્વારા આવા યુનિક હાઇટેક સાહસને ગ્રોથ એવોર્ડ સંસ્થા દ્વારા “અમદાવાદના પ્રથમ નાગરિક એવા માનનિય મેયરશ્રી પ્રતિભાબેન જૈન” દ્વારા એવોર્ડ અને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા હતા. આ વસ્તુ સાબિત કરે છે કે, સરકાર અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ આવનારા સમયમાં આવા નવા ઇનોવેશન ધરાવતા પ્રોજેક્ટ ની પણ નોંધ લઈ ને મહત્વ આપી રહી છે. જેને કારણે ઉદ્યોગ સાહસિકો સારી રીતે તેમનો વિકાસ કરી શકે જે દેશ ના GDP ના વિકાસમાં ભાગીદારી નોંધાવી શકે.