જ્હોનડીયરે ભારતમાં છેલ્લા બેદાયકામાં અત્યાધુનિક ફેક્ટરીઓમાં રોકાણ કર્યું છે, નવીન ઉત્પાદનો રજૂ કર્યા છે અને ભારતીય ખેડૂતોને વધુ ઉત્પાદક બનવામાં મદદરૂપ થવા માટે નવી સેવાઓ રજૂ કરી છે. તેનું સૌથી તાજું ઉદાહરણ ફોર-વ્હિલ-ડ્રાઈવ 3028ઈએન ટ્રેક્ટર છે, જે અત્યાધુનિક ટેક્નોલોજી અને ફળ ઝાડની વાડી અને ડાંગરની ખેતી માટે એકદમ યોગ્ય છે.
નવા ટ્રેક્ટરની રજૂઆત ભારતીય ખેડૂતોને ટેક્નોલોજીની દૃષ્ટિએ અત્યાધુનિક ઉત્પાદન પૂરા પાડવાનું ડીયરનું તાજું ઉદાહરણ છે, જે દર્શાવે છે કે ડીયર ટ્રેક્ટર્સ, હાર્વેસ્ટર્સ અને ઈમ્પ્લીમેન્ટ્સ હિતના કૃષિ સોલ્યુશન્સની વ્યાપક રેન્જ પૂરી પાડે છે.
‘ભારતમાં અમારો પ્રવાસ 20 વર્ષ પહેલાં પાવર સ્ટીયરિંગ, ઓઈલમાં ડૂબેલી ડિસ્ક બ્રેક્સ, પ્લેનેટરી રિડક્શન, ફોર્સફીડ લુબ્રીકેશન અને હાઈટોર્ક મશીન્સ જેવા અત્યાધુનિક ઉત્પાદનો રજૂ કરવા સાથે થયો હતો,’ તેમ જ્હોન ડીયરના મેનેજિંગ ડિરેક્ટર સતિષ નાડિગેરે જણાવ્યું હતું. ‘ભારતમાં આ ફીચર્સ રજૂ કરનાર જ્હોન ડીયર સૌપ્રથમ હતી અને આજે તે ઉદ્યોગના માપદંડ બની ગયા છે.’
નાડિગેરે જણાવ્યું હતું કે ડીયરને ભારતમાં નિર્જીવ ખેતીથી લઈને કૃષિ ઉદ્યોગ સાહસિક્તામાં મદદરૂપ થવાનું ગૌરવ છે. ‘અમે કૃષિના વ્યાપક ઉકેલ માટે પાક વેલ્યુ ચેઈનના ભાગીદારો સાથે ભાગીદારી કરી છે અનેરોલ-ઓવર પ્રોટેક્શન અને સીટ બેલ્ટ્સ જેવા મહત્વના સલામતી ફીચર્સ પણ રજૂ કર્યા છે. અમારા અત્યાધુનિક ઉત્પાદનોને અમારા ખેડૂત ગ્રાહકો મૂલ્યવાન માને છે.’
છેલ્લા 20 વર્ષથી જ્હોનડીયરે ભારતમાં ઉત્પાદન એકમ અને ઉત્પાદનોના વિકસમાં નોંધપાત્ર પ્રમાણમાં રોકાણ કર્યું છે.
- પૂણે (મહારાષ્ટ્ર) અને દેવાસ (મધ્યપ્રદેશ)માં ટ્રેક્ટર ઉત્પાદન એકમો.
- શ્રીહિંદ (પંજાબ)માં હાર્વેસ્ટર ઉત્પાદન એકમ.
- પૂણે (મહારાષ્ટ્ર)માં ઈલેક્ટ્રોનિક સિસ્ટમ ઉત્પાદકન એકમ
- પૂણે (મહારાષ્ટ્ર)માં એન્જિનિયરિંગ સેન્ટર.
- પૂણે (મહારાષ્ટ્ર)માં ટેક્નોલોજી સેન્ટર.
- નાગપુર (મહારાષ્ટ્ર)માં પાર્ટ્સ વિતરણ કેન્દ્ર.
- કેપ્ટિવ ફાઈનાન્સ કંપની જ્હોન ડીયરના ગ્રાહકોને ધીરાણની સુવિધા પૂરી પાડે છે.
ઉદાહરણ રૂપે તેમણે જણાવ્યું કે ફ્રન્ટ પીટીઓ (પાવરટેકઓફ) અને વિશેષ રૂપે ડિઝાઈન કરાયેલા ફ્રન્ટફાર્મ ઈમ્પ્લાન્ટ્સ જેવા ટેક્નોલોજીકલ સાધનોની રજૂઆતથી ખેતરમાં 25 ટકાથી વધુ કામગીરીનો ખર્ચ ઘટી ગયો છે.
પૂણેમાં સ્થિત જ્હોનડિયરનું એન્જિનિયરિંગ કેન્દ્ર સમગ્ર વિશ્વમાં યુટિલિટી ટ્રેક્ટર્સમાં ડીયરની ડિઝાઈન અને નવીનતા માટે જવાબદાર છે. નાડીગેરે જણાવ્યું હતું કે ઉત્પાદનોમાં પર્મ-ક્લચ, ફ્રન્ટ પીટીઓ, પાવર રીવર્સ, ટેલીમેટિક્સ અને એરકન્ડીશન્ડ કેબિન જેવા નવીન ફીચર્સને ખેડૂતોએ આવકાર્યા છે. તેમણે ઉમેર્યું કે, કૃષિસાધનોમાં ‘ગ્રીનસિસ્ટમ’ના સમાવેશ અને જ્હોનડીયરના હાર્વેસ્ટર્સે વ્યાપક કૃષિ ઉકેલની રચના કરી છે.