ઇઝરાયેલી સેનાએ સો.મીડિયા પર વીડિયો શેર કરી હમાસના આતંકવાદીઓની હરકતો બતાવી,
નાગરિકો સાથે અમાનવીય વર્તન કર્યું અને માર માર્યો :IDF
નવીદિલ્હી : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ તણાવ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ઇઝરાયેલ સતત બોમ્બમારો કરીને હમાસના સ્થાનોને નષ્ટ કરી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ મોટો દાવો કર્યો છે. IDFનું કહેવું છે કે હમાસના આતંકવાદીઓએ તેના નાગરિકો સાથે અમાનવીય વર્તન કર્યું અને માર માર્યો છે. ઇઝરાયેલી સેનાએ સોશિયલ મીડિયા સાઇટ X (અગાઉ ટિ્વટર) પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં કેટલાક લોકો નાગરિકોને મારતા જાેવા મળે છે. વીડિયોમાં એક વાહન પણ દેખાઈ રહ્યું છે જેમાં કેટલોક સામાન પણ રાખવામાં આવ્યો છે.. આ સાથે IDF આરોપ છે કે હમાસના આતંકવાદીઓ ગાઝાને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી મળતી માનવતાવાદી સહાયની ચોરી કરી રહ્યા છે. IDF કહે છે કે હમાસ તેની જરૂરિયાતોને ગાઝાના લોકોની જરૂરિયાતોથી ઉપર રાખે છે. વીડિયો શેર કરતી વખતે IDFએ કેપ્શનમાં લખ્યું કે હમાસના સભ્યોએ નાગરિકોને માર્યા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી મળેલી માનવતાવાદી સહાયની પણ ચોરી કરી હતી. તેણે આગળ લખ્યું કે હમાસ તેના આતંકવાદી લક્ષ્યોને ગાઝાના લોકોની જરૂરિયાતોથી ઉપર રાખે છે.. આ સાથે IDFએ એમ પણ કહ્યું કે ગાઝામાં અલ-માવાસી એક માનવતાવાદી ક્ષેત્ર છે, જેનો હેતુ લોકોને યુદ્ધના મેદાનથી દૂર રાખવાનો છે. પરંતુ હમાસે ગાઝાનને આગની લાઇનમાં મુકવાનું ચાલુ રાખ્યું છે. તે આ વિસ્તારમાં રોકેટ છોડે છે, જે ઘણીવાર નિષ્ફળ જાય છે અને આ રીતે ગાઝામાં રહેતા લોકોનું જીવન જાેખમમાં છે.IDF એ એવો પણ દાવો કર્યો હતો કે હમાસના આતંકવાદીઓ ઇઝરાયેલી દળો પર ગોળીબાર કરવા માટે બેત હનૌનમાં એક શાળા અને મસ્જિદનો ઉપયોગ કરી રહ્યા હતા. હમાસે બાળકોના સુરક્ષિત આશ્રયસ્થાનોને આતંકવાદી અડ્ડાઓમાં ફેરવવા માટે શાળાઓનો દુરુપયોગ કર્યો છે.. તે દરમિયાન, ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ અનુસાર,IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું કે શનિવારે ગાઝા પટ્ટીમાં હમાસના ઘણા સભ્યોએ સૈનિકો સમક્ષ આત્મસમર્પણ કર્યું અને તેમના હથિયારો સેનાને સોંપી દીધા હતા. પ્રવક્તાએ કહ્યું કે પૂછપરછ દરમિયાન આતંકવાદીઓએ હમાસ વિશે ગુપ્ત માહિતી પણ શેર કરી હતી. તમને જણાવી દઈએ કે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ ખતમ થયા બાદ ઈઝરાયેલ ફરી એકવાર ગાઝામાં હમાસના સ્થાનો પર હુમલો કરી રહ્યું છે. યુદ્ધવિરામ દરમિયાન બંનેએ બંધક બનાવેલા લોકોને મુક્ત કર્યા હતા, જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ ૧૩૮ નાગરિકો હજુ પણ હમાસની કેદમાં છે.
Anant National University Celebrates Its 6th Convocation with Distinguished Chief Guest Mrs. Sudha Murty.
Ahmedabad : Anant National University celebrated its 6th Convocation, awarding degrees to 293 students across various programs, including Bachelor of...
Read more