લોર્ડસ : વર્લ્ડ કપમાં આવતીકાલે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જંગ ખેલાનાર છે. આ મેચ હજુ સુધીની સર્વશ્રેષ્ઠ મેચ બની રહે તેવી શક્યતા છે. કારણ કે બંને ટીમો જોરદાર ફોર્મમાં ચાલી રહી છે. આ મેચ લોડ્સ ખાસે રમાનાર છે. જેને લઇને તમામ ઉત્સુકતા જાવા મળી રહી છે. પોઇન્ટ ટેબલમાં બંને ટીમની સ્થિતી અંગે વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા હાલમાં છ મેચો પૈકી પાંચમાં જીત સાથે ૧૦ પોઇન્ટ ધરાવે છે. આવી જ રીતે યજમાન ઇંગ્લેન્ડની બે મેચોમાં હાર તઇ છે. તે છ મેચોમાં ચારમાં જીત સાથે આઠ પોઇન્ટ ધરાવે છે. ભારત નવ પોઇન્ટ ધરાવે છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને મેચ જીતીને પોતાની સ્થિતીને વધારે મજબુત કરવા માટેના પ્રયાસ કરશે. ડેવિડ વોર્નર, કેપ્ટન ફિન્ચ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. જેથી ઓસ્ટ્રેલિયા વધારે મજબુત છે. સાથે સાથે ઇંગ્લેન્ડ તરફથી રૂટ, બેન સ્ટોક્સ, રોય અને મોર્ગન પણ જોરદાર ફોર્મમાં છે. સ્થાનિક ચાહકોનો લાભ પણ મળી શકે છે.
મેચમાં કોણ વિજેતા બને છે તેના પર તમામ ચાહકોની નજર રહેશે. કારણ કે બંને ટીમો વર્લ્ડ કપમાં નિર્ણાયક અને જોરદાર દેખાવ કરીને તમામનુ ધ્યાન ખેંચી રહી છે. પ્રસારણ બપોરે ત્રણ વાગેથી કરવામાં આવનાર છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમનાર છે. ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જા કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી. ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે.
વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્ઝમાં રમાશે.મેચને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. મેચ ખુબ રોમાંચક બને તેવા સંકેત છે. બંને ટીમો નીચે મુજબ છે.
ઓસ્ટ્રેલિયા : આરોન ફિન્ચ (કેપ્ટન), બેરેનડોર્ફ, એલેક્સ કેર, નાતન કાઉલ્ટર, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ Âસ્મથ, મિચેલ સ્ટાર્ક, માર્ક સ્ટોનોઇસ, ડેવિડ વોર્નર, એડમ જમ્પા.
ઇંગ્લેન્ડ : મોર્ગન (કેપ્ટન), જાસ બટલર, મોઇન અલી, આર્ચર, બેરશો, લિયામ ડોસન, પ્લેન્કેટ, આદિલ રશીદ, રુટ, રોય, બેન સ્ટોક, વિન્સ, વોક્સ અને માર્ક વુડ