મિશન-ક્રિટિકલ ફ્લો અને ઔદ્યોગિક ટેકનોલોજીઓમાં લીડર ઇન્ગરસોલ રેન્ડ ઇન્ડિયાએ ભારતમાં અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં એનું નેક્સ્ટ જનરેશન ઊર્જાદક્ષ સેન્ટ્રિફ્યુગલ કમ્પ્રેસ્સર MSG® ટર્બો-એર® NX5000 પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી.
ઇન્ગરસોલ રેન્ડ ઇન્ડિયા થોડ લીડરશિપે આત્મનિર્ભર ભારતના અભિયાનને ટેકો આપ્યો છે. NX સીરિઝ કમ્પ્રેસ્સરનું ઉત્પાદન કંપનીના ગુજરાતમાં નરોડા સ્થિત પ્લાન્ટમાં થયું છે અને પ્રધાનમંત્રીની “મેક ઇન ઇન્ડિયા” પહેલ અંતર્ગત રોકાણ કરવાની કટિબદ્ધતા જાળવી રાખી છે તેમ જ ભારતીય વ્યવસાયોને વધારે દક્ષતા હાંસલ કરવા અદ્યતન નવીનતાઓ લાવવાનું જાળવી રાખ્યું છે. કંપનીને આશા છે કે, સ્થાનિક ઉત્પાદન ભારતીય વ્યવસાયોને ખર્ચનો સારો લાભ ઉપરાંત ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરવામાં અને ઝડપી સ્થાપના કરવામાં પણ મદદરૂપ થશે.
MSG® ટર્બો-એર® NX5000 સેન્ટ્રિફ્યુગલ કમ્પ્રેસ્સર અતિ કાર્યદક્ષ એરોડાયનેમિક સાથે પર્ફોર્મન્સ અને ગુણવત્તા પ્રદાન કરશે, જેમાં મિકેનિકલનું ઓછું નુકસાન અને ઊર્જા બચાવતી ડિઝાઇન છે. પ્રોડક્ટ ડિઝાઇનમાં લેટેસ્ટ ટેકનોલોજીનું પ્રતિનિધિત્વ કરે છે, જે શ્રેષ્ઠ કાર્યદક્ષતા, ફ્લો રેટિંગ્સ, મહત્તમ અપટાઇમ સાથે વિશ્વસનિયતા સાથે નોંધપાત્ર ફાયદા પૂરાં પાડે છે, જે ગ્રાહકો માટે લાઇફ-સાયકલના ખર્ચમાં ઘટાડો હાંસલ કરવા ઉત્પાદકતા વધારવા, ઇન્સ્ટોલેશનના ઓછા ખર્ચ અને જાળવણી વધારવા તરફ દોરી જશે. સંપૂર્ણ પેકેજ અનેક ઇનોવેશન ઓફર કરે છે, જે પ્રમાણભૂત છે તેમ જ અમારા ગ્રાહકોની ચોક્કસ કાર્યકારી જરૂરિયાતોને પૂર્ણ કરી શકશે એવા વિકલ્પો પૂરાં પાડે છે.
આ લોંચ પર ઇન્ગરસોલ રેન્ડ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અમર કૌલે કહ્યું હતું કેઃ “સસ્ટેઇનેબિલિટી અમારો મુખ્ય લક્ષ્યાંક છે અને MSG® ટર્બો-એર® NX5000 અમારા ઉદ્દેશની નજીક લઈ જતું એક પગલું છે. વોકલ ફોર લોકલ તરીકે પ્રોડક્ટનું ઉત્પાદન અમારા નરોડા પ્લાન્ટમાં થાય છે – જે અમારી વધુ એક સફળતા છે. MSG® ટર્બો-એર® NX5000ની પ્રસ્તુતિ અમારી હાલની પ્રોડક્ટ રેન્જમાં પૂરક છે, જે નાણાં સામે મૂલ્ય આપે છે અને કાર્બનનું ઓછું ઉત્સર્જન કરે છે. અમને આશા છે કે, ટેક્સટાઇલ, કેમિકલ, ઓટો, ફાર્મા, ફેરસ અને બિન-ફેરસ ઉદ્યોગ એમ તમામ વ્યવસાયોને અમારા નવા ઉત્પાદનમાંથી ફાયદા મળશે.”
ઇન્ગરસોલ રેન્ડ વિવિધ ક્ષમતાઓ અને સંબંધિત સકેવાઓના એના ઔદ્યોગિક એર કમ્પ્રેસ્સર તેમ જ સંપૂર્ણ મશીનો અને સ્પેર પાર્ટ્સમાં અદ્યતન ટેકનોલોજીમાં ઇનોવેશન અને સ્થાપના જાળવી રાખવા ધ્યાન કેન્દ્રિત કરે છે. અનેક ચેનલ પાર્ટનર્સ મારફતે પોતાના ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો સાથે ઇન્ગરસોલ રેન્ડ મિશન-ક્રિટિકલ ઉદ્યોગોને વધારે કાર્યદક્ષતા હાંસલ કરવામાં મદદરૂપ થઈ છે, એ પણ લોકડાઉનના તબક્કા દરમિયાન પણ.
વર્ષોથી કંપનીએ વિવિધ વિશ્વસનિય અને ઊર્જાદક્ષ ઉત્પાદનો પ્રસ્તુત કર્યા છે, જે મહત્વપૂર્ણ ઉદ્યોગોમાં ઉપયોગિતા ધરાવે છે, ઉત્પાદકતા વધારવા મદદરૂપ થાય છે. ગત સદી કંપનીએ 40+ સંબંધિત બ્રાન્ડમાં ઇનોવેટિવ અને મિશન-ક્રિટિકલ ઔદ્યોગિક, ઊર્જા અને તબીબી ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડી છે, જેની ડિઝાઇન સૌથી વધુ જટિલ અને દુર્ગમ સ્થિતિમાં પણ ઉત્કૃષ્ટતા હાંસલ કરવા ડિઝાઇન કરી છે, જ્યાં ખાસ કરીને ડાઉનટાઇમ મોંઘો છે.
આગામી પગલાં તરીકે સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાન અને પર્યાવરણને અનુકૂળ પહેલોમાં પ્રદાન કરવા કંપની ટૂંક સમયમાં વધુ એક વૈશ્વિક સ્તરનો ઉત્પાદન પ્લાન્ટ અને હાઇડ્રોજન ટેસ્ટિંગ લેબ શરૂ કરવાના માર્ગે અગ્રેસર છે. અદ્યતન અને ઇનોવેટિવ ટેકનોલોજીમાં રોકાણ કરવામાં માનતી વિઝનરી અને સુસજ્જ કંપનીનું ખરું ઉદાહરણ ઉત્કૃષ્ટતાની સાથે દેશની ચમક વધારવાનું છે.
ઇન્ગરસોલ રેન્ડ વિશે
ઇન્ગરસોલ રેન્ડ (NYSE:IR) ઉદ્યોગસાહસિકતાના જુસ્સા અને માલિકીની માનસિકતાથી સંચાલિત છે, જે અમારા કર્મચારીઓ, ગ્રાહકો અને સમુદાયો માટે જીવનને શ્રેષ્ઠ બનાવવામાં મદદરૂપ થવા સમર્પિત છે. ગ્રાહકો તમામ 40+ સંબંધિત બ્રાન્ડમાં મિશન-ક્રિટિકલ ફ્લો ક્રીએશન અને ઔદ્યોગિક સોલ્યુશન્સમાં ટેકનોલોજી-સંચાલિત ઉત્કૃષ્ટતા માટે ઝુકાવ ધરાવે છે, જેમાં અમારા ઉત્પાદનો અને સેવાઓ મોટા ભાગની જટિલ અને દુર્ગમ સ્થિતિઓમાં ઉત્કૃષ્ટતા પ્રદાન કરે છે. અમારા કર્મચારીઓએ કુશળતા, ઉત્પાદકતા અને કાર્યદક્ષતા માટે તેમની રોજિંદી કટિબદ્ધતા દ્વારા કાયમી ગ્રાહકો વિકસાવ્યાં છે. વધારે માહિતી મેળવવા મુલાકાત લોઃ www.IRCO.com.