ઈન્ગરસોલ રેન્ડ દ્વારા ગુજરાતના સાણંદમાં નવા ઉત્પાદન એકમ સાથે ભારતમાં વિસ્તાર

Rudra
By Rudra 2 Min Read

મિશન- ક્રિટિકલ ફ્લો ક્રિયેશન અને જીવન વિજ્ઞાન તથા ઔદ્યોગિક સમાધાનની વૈશ્વિક પ્રદાતા ઈન્ગરસોલ રેન્ડ ઈન્ક. (NYSE: IR)ની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી ઈન્ગરસોલ રેન્ડ (ઈન્ડિયા) લિમિટેડે આજે ગુજરાતના સાણંદમાં અત્યાધુનિક ઉત્પાદન એકમ શરૂ કર્યાની ઘોષણા કરી હતી. આ સાથે કંપનીનું ભારતમાં નવીનતમ ઉત્પાદન એકમ ઈનોવેશન, સસ્ટેનેબિલિટી અને પ્રાદેશિક વૃદ્ધિ પ્રત્યે તેની કટિબદ્ધતા અધોરેખિત કરે છે. પ્રથમ તબક્કામાં સાઈટ વાર્ષિક લગભગ 24,000થી વધુ યુનિટ્સની ક્ષમતા ધરાવશે, જ્યારે તે પછી વિસ્તરણને ટેકો આપવા માટે તબક્કાવાર રોકાણનું નિયોજન કરાશે.

નવું ઉત્પાદન એકમ ભારતમાં ઈન્ગરસોલ રેન્ડના સૌથી નોંધપાત્ર રોકાણમાંથી એક છે અને ઉત્પાદન નાણાકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક સુધી શરૂ થવાની ધારણા છે. મોજૂદ એકમ વાર્ષિક 60,000 યુનિટની સંપૂર્ણ ક્ષમતા સાથે સંચાલન કરે છે ત્યારે સાણંદ એકમ વધારાની ઉત્પાદન ક્ષમતા આપશે અને ભારતની મેક ઈન ઈન્ડિયા પહેલ સાથે ઈન્ગરસોલ રેન્ડ્સનો સુમેળ પ્રદર્શિત કરે છે, જે વ્યૂહરચના કંપનીના વૈશ્વિક નિકાસની મહત્ત્વાકાંક્ષા અને જીવન બહેતર બનાવવાના તેના હેતુને સાર્થક કરતાં અચૂકતા, વિશ્વસનીયતા અને ઊર્જા કાર્યક્ષમતા પ્રત્યે કટિબદ્ધતામાં પૂરક છે.

આ અવસર નિમિત્તે ઈન્ગરસોલ રેન્ડ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર સુનિલ ખંડુજાએ જણાવ્યું કે આ રોકાણ પર સહજ રીતે અમલ કરી શકાય તે માટે ગુજરાત સરકારની પૂર્વસક્રિય સહાય વિશે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જણાવ્યું કે “ભારતમાં એક સદીથી વધુ સમયની ઉપસ્થિતિ પર નિર્મિત, આ રોકાણ અમારી વિસ્તાર માટેની પ્રતિબદ્ધતા મજબૂત કરે છે અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ અદ્યતન વૈશ્વિક ટેકનોલોજી પહોંચાડવા સક્ષમ બનાવે છે. આ એકમ સક્ષમ ઉત્પાદન, વિશ્વ કક્ષાની પ્રતિભા અને વૈશ્વિક ઈનોવેશનમાં ભારતની વધતી ભૂમિકા પર અમારી એકાગ્રતા પ્રદર્શિત કરે છે.”

“ભારત અમારા સૌથી ઝડપથી વધી રહેલા બજારમાંથી એક છે અને સાણંદ એકમ અમને અમારા ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા ઉચ્ચ સ્તર, સાનુકૂળતા અને ટેકનોલોજી આપે છે,” એમ સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને કોમ્પ્રેશન સિસ્ટમ્સ અને સર્વિસીસ EMEIAના જનરલ મેનેજર ગારેથ ટોપિંગે જણાવ્યું હતું. “આ રોકાણ મારી મલ્ટી- બ્રાન્ડ, મલ્ટી- ચેનલ વ્યૂહરચના અધોરેખિત કરે છે અને પ્રદેશના ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા, ઈનોવેશન પ્રેરિત કરવા અને ઉત્પાદન અચૂકતામાં વૈશ્વિક ધોરણો જાળવવાની અમારી ક્ષમતાને મજબૂત બનાવે છે.”

Share This Article