અમદાવાદ : ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરડેવલપમેન્ટ ક્ષેત્રે રહેલી વિશાળ તકો ગુજરાતમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોરનો ૩૬% હિસ્સો વિકાસના નવા દ્વાર ખોલશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – ૨૦૧૯માં દેશમાં સૌ પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાવ્રિન વેલ્થ ફંડ્સના વડાઓ, પેન્શન ફંડ્સ અને સંસ્થાકીય રોકાણકારો સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી વિચાર-વિમર્શ કરશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ અંતર્ગત ભારતમાં સૌ પ્રથમ વખત નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અને ભારત સરકારના નાણા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે.
જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વરિષ્ઠ સરકારી પ્રતિનિધિઓ વૈશ્વિક ભંડોળના વડાઓ સાથે ભારત અને ગુજરાતમાં આ ક્ષેત્રે રહેલીવિવિધ તકો ઉપર વિગતવાર ચર્ચા-વિચારણા કરવા માટે વિશિષ્ઠ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટ ઇવેન્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવેલા સુધારા વિશે જાણકારી આપવા તેમજ રોકાણકારો સામે રોકાણની વિવિધ તકો રજૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.
આ સત્રમાં વૈશ્વિક રોકાણકારો પાસેથીભારતમાં રોકાણને આકર્ષવા માટે જરૂરી મુખ્ય બાબતો વિશેનીતિ –નિર્માતાઓને સમજવાની તક પ્રાપ્ત થશે. રોકાણકારોને આકર્ષવા તેમજ વૈશ્વિક રોકાણકારો સાથેવ્યવસાયિક ક્ષેત્રના જોડાણ માટે આ સત્ર મહત્વપૂર્ણ રહેશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – ૨૦૧૯ વિશે રાજ્યના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલએ જણાવ્યું હતું કે“સાવ્રિન વેલ્થફંડ્સ,પેન્શન ફંડ્સ અને સંસ્થાકીય રોકાણકારો ટ્રિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. આ ભંડોળનો ઉપયોગ એરપોર્ટ, બંદરો, રેલ, રસ્તાઓ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મોટા આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સ સ્થાપવામાંકરવામાં આવે છે. વૈશ્વિક ભંડોળના વડાઓ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે યોજાનાર સંવાદથી આવનારા સમયમાં દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ માટેનો માર્ગ મોકળો થશે. આ કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં વિકાસની વિશાળ તકો રહેલી છે તેવા મેગા પ્રોજેક્ટ્સનું અહીં પ્રદર્શન કરવામાં આવશે.
ખાસ કરીને જેનો ૩૬% હિસ્સો ગુજરાત રાજ્યમાંથી પસાર થાય છે તેવા દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર(ડીએમઆઈસી)માં સમાવિષ્ટ પ્રોજેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર હશે. વૈશ્વિક ભંડોળના સીઈઓ અને ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર(સીઆઈઓ) સાથે ભારતના જાણીતા ઉદ્યોગપતિઓ તથા વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ આ કોન્ફન્સમાં ભાગ લેશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ, નાણા મંત્રાલયના સચિવ સુભાષચંદ્ર ગર્ગસહિતના વરિષ્ઠ અધિકારીઓઆ કોન્ફરન્સમાં પણ ભાગ લેશે. વર્તમાન મેક્રો-ઈકોનોમી સિનારીયોમાં ભારતનું સ્થાન ભારતની નાણાકીય વ્યવસ્થા અને આર્થિક નીતિ, નીતિગત સુધાઓ અને તેની ઉદ્યોગો પર અસરો જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી આમંત્રિત મહેમાને સંબોધન કરી પરસ્પર સંવાદ સાધી તેમના પ્રશ્નોના ઉત્તર આપશે.