એશીયામાં કોરોના સંક્રમણ વધવાથી અમેરિકા અને યુરોપમાં મોંઘવારી ફાટી નીકળી છે. સુપર માર્કેટોમાં વસ્તુઓની ભારે અછત ઉભી થઈ રહી છે. આમ એટલા માટે થઈ રહ્યું છે. કારણ કે એશીયાઈ ફેકટરીઓ અને મોટી રીટેલ ચેનો વચ્ચે દરેક સ્તરે પુરવઠા સાંકળ બંધ છે. વિયેટનામ સહીત અનેક દેશોમાં કોરોના પ્રતિબંધોનાં કારણે પુરવઠા સાંકળ બંધ છે. વિયેટનામ સહીત અનેક દેશોમાં કોરોના પ્રતિબંધોનાં કારણે પુરવઠા લાઈનો ખરાબ રીતે અસર કરે છે. કારણ કે વિયેટનામમાં સ્નીકર્સથી લઈને કોફી સુધી બધુ બને છે. વાઈરસનાં ફેલાવવાની સાથેસાથે અને ગ્રાહકની માંગના કારણે બંદરો પર પણ ભીડ જોવા મળી રહી છે.
સમુદ્રી માલ પરિવહન ખર્ચ પણ દસ ગણું વધી ગયુ છે. સાથે સાથે ટ્રક ડ્રાઈવરોની પણ અછત અહીં મોંઘવારીનું મોટુ કારણ બની છે. જો માલ બંદર પર પહોંચે છે તો તેને જથ્થાબંધ વિક્રેતાઓ સુધી પહોંચાડનારા ટ્રક ચાલકો ઘણા ઓછા હોય છે તો ખાદ્ય વસ્તુઓને તૈયાર કરનારા શ્રમિકો પણ નથી મળી રહ્યા. જેથી સતત માંગ વધી રહી છે. કેટલાંક સેકટરો બીજાની તુલનામાં વધારે નુકશાન સહન કરી રહ્યા છે. બ્રિટનમાં વધતા ઉર્જા ખર્ચનાં કારણે કાર્બન ડાયોકસાઈડની ઘટથી કાર્બોનેટ ઠંડા પીણાનો પુરવઠો પણ ખતરામાં આવી ગયો છે. અમેરિકામાં કોફી અને ચાની અછત ઉભી થઈ છે આ ઉપરાંત અહી પાલતૂ જાનવરોના ખોરાકની પણ અછત ઉભી થઈ છે. અમેરિકામાં ઈંડા, માંસ અને ઠંડા પીણા મોંઘા થયા છે.