ઇનફર્ટિલિટીની સમસ્યા આજે સમગ્ર દુનિયામાં ઉભરીને સપાટી પર આવી છે. જો કે અમારા દેશમાં બદલાતી લાઇફસ્ટાઇલના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ફર્ટિલિટી સેન્ટરોની સંખ્યામાં રોકેટ ગતિથી વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે આ સેન્ટરોની સંખ્યા ૧૦ ગણી સુધી વધી ગઇ છે. શોધથી જાણવા મળ્યુ છે કે ભારતમાં ૨.૮ કરોડ દંપત્તિ આ સમસ્યાનો શિકાર થઇ ચુક્યા છે. આ સમસ્યા હવે માત્ર શહેરી વિસ્તારો સુધી અને મહિલાઓ સુધી જ મર્યાદિત રહી નથી.
આના અનેક કારણો રહેલા છે. જે પૈકી કેટલાક ખાસ કારણો રહેલા છે તેમાં મોટી વયમાં લગ્ન, ટેન્શનવાળી લાઇફ, સ્થુળતા, થાઇરોઇડ જેવી બિમારી પણ સામેલ છે. પરિવાર કરતા કેરિયરને હવે વધારે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જેથી દંપત્તિઓ વહેલી તકે બાળકોને જન્મ આપવા માટે ઇચ્છુક નથી. કારણ કે તેમની વ્યસ્ત લાઇફના કારણે બાળકોને તેઓ સમય આપવાની સ્થિતીમાં નથી. કેટલાક લોકો ફરિયાદ કરતા નજરે પડે છે કે અનેક વર્ષો થઇ ગયા હોવા છતાં તેમના ઘરમાં કોઇ બાળક નથી. નિષ્ણાંતોના કહેવા મુજબ ઇનફર્ટિલિટી માત્ર મહિલાઓની સમસ્યા નથી. માત્ર મહિલાઓ જ આ સમસ્યાથી પરેશાન નથી. જરૂર આ બાબતની છે કે મહિલાઓ અને પુરૂષ બંને આ સમસ્યાને ગંભીરતાથી હાથ ધરે.
ટેકનોલોજી આજે એટલી હદ સુધી વિકસિત થઇ ચુકી છે કે એવા દિવસોની ઓળખ હવે ઘરે બેઠા કરી શકો છો જે દિવસોમાં તમે સગર્ભા થવાની શક્યતા વધારે રહે છે. જે લોકો માને છે કે ભારતની મહિલાઓ ટેકનોલોજીનો ઉપયોગ અન્ય દેશોની મહિલાઓની જેમ કરી શકતી નથી તો તેમના માટે આ સમાચાર સંતોષજનક હોઇ શકે છે કે મહિલાઓ પોતાની ફર્ટિલિટીના દિવસોની ઓળખ હવે ઘરે બેસીને એપની મદદથી કરી શકે છે. આ એવા દંપત્તિ જે બેબી માટે ટ્રાય કરી રહ્યા છે તેમને આ માહિતી આપવાની જરૂર છે કે ક્યા ક્યા દિવસો સૌથી વધારે ફર્ટાઇલ છે. જે સ્માર્ટ ફોન હેન્ડલ કરી શકે છે તે તેને સરળતાથી ઉપયોગ કરી શકે છે. એપ દર્શાવે છે કે આપને ટેસ્ટ કયારેય કરવાની જરૂર છે. આ ડિવાઇસની કિંમત ત્રણ હજાર રૂપિયા છે.
તેની સાથે આપને એક ટેસ્ટ સ્ટ્રીપ મળે છે. ટેસ્ટ સ્ટીપ સિંગલ યુઝ છે. એટલે કે એક વખત ઉપયોગ કરવામાં આવ્યા બાદ બીજી વખત તેનો ઉપયોગ કરી શકા નહીં. ઇનફર્ટિલિટી મોનિટર ડિવાઇસ અને એપ શુ છે તે બાબતને લઇને પણ કેટલાક લોકો પ્રશ્ન કરે છે. આનો જવાબ એ છે કે ઇનફર્ટિલિટી મોનિટર એક પોર્ટેબલ હોમ ડાયગ્નોસ્ટીક ટેસ્ટ ડિવાઇસ તરીકે છે. જે ઇનિટો એપ અને સ્ટ્રીપ સાથે મળે છે. જાણકાર તબીબો કહે છે કે એક ચક્રમાં કેટલાક દિવસો જ ફર્ટાઇલ હોય છે. જ્યારે એક મહિલાના સગર્ભા થવાની શક્યતા વધારે રહે છે. એપથી ટેસ્ટ કરવાની બાબત બિલકુલ સરળ છે. ડિવાઇસની સાથે સ્ટ્રીપ મળે છે. સ્ટ્રીપ પર બ્લડ, યુરિન અથવા તો સ્લાઇવાની કેટલીક બુન્દો નાંખીને કેપ લગાવીને ડિવાઇસમાં મુકવાની જરૂર હોય છે. ડિવાઇસને ત્યારબાદ ફોનથી અટેચ કરવાની જરૂર હોય છે. પાંચ મિનિટની અંદર જ કોઇ પણ મોટી લેબની જેમ જ યોગ્ય રેટિંગ તે આપના મોબાઇલ ફોન પર આપે છે. અમને પહેલા લાગ્યુ કે આ માત્ર મોટા શહેરોની મહિલાઓમાં જ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવે જાણવા મળ્યુ છે કે મણિપુર, કાશ્મીર જેવા રાજ્યોમાં પણ આનો પયોગ કરવામાં આવી રહ્યો છે. નિષ્ણાંતો કહે છે કે પહેલા નેચરલ તરીકાથી બેબી માટે વિકલ્પ હોય છે. ત્યારબાદ જા રિઝલ્ટ મળતા નથી તો ડોક્ટર પાસે જઇને માહિતી મેળવી લેવાની જરૂર હોય છે. તબીબો આના માટે દવા અને ટેસ્ટ કરવાની સલાહ આપે છે. ત્યારબાદના કેટલાક વિકલ્પ હોય છે. પહેલા આઇયુઆઇ અને છેલ્લે ટેસ્ટ ટ્યુબ બેબીના મદદથી બાળકને જન્મ આપવામાં આવે છે. ટેસ્ટ ટ્યુબ બેબીને લઇને કેટલીક દુવિધા રહેલી છે. આને લઇને સામાન્ય લોકો પાસે માહિતી પણ ઓછી રહેલી છે. જો કેહવે આધુનિક સમયમાં નવી નવી મેડિકલ શોધ થઇ રહી છે. જેના કારણે દરેક દંપત્તિની સમસ્યા પણ હળવી થઇ રહી છે. અનેક પ્રકારના તબીબો સાધન પણ બજારમાં ઉપલબ્ધ થયા છે જે ઘરમાં ઉપયોગી બન્યા છે.