નવજાત શિશુમાં ઇન્ફેક્શન થવાનો ખતરો ખુબ વધારે રહે છે. આ શિશુની કાળજી સૌથી સાવધાનીપૂર્વક કરવાની જરૂર હોય છે. તબીબોની સલાહ મુજબ જ આગળ વધવામાં આવે તે જરૂરી છે. કારણ કે કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શન હોવાની સ્થિતીમાં શિશુના થવાનો ખતરો વધી જાય છે. જેથી માતા દ્વારા શિશુની કાળજી સૌથી જરૂરી બને છે.તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવમાં આવ્યું છે કે હોસ્પિટલમાં થતા બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે ભારતમાં દર વર્ષે જન્મના પ્રથમ ચાર સપ્તાહમાં ૧૯૦૦૦૦ બાળકોના મોત થઇ જાય છે. અભ્યાસમાં ચોંકાવનારા તારણ સપાટી પર આવ્યા બાદ આરોગ્યને લઈને ભારતમાં નવજાત શિશુના મામલે ગંભીર ચિત્ર સપાટી પર આવ્યું છે.
સેન્ટર ફોર ડીસીઝડાયનેમિક્સ ઈકોનોમિક્સ એન્ડ પોલિસી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આશરે ૧૦ લાખ ભારતીય નવજાત શિશુ દર વર્ષે લાઈફના પ્રથમ ચાર સપ્તાહમાં મૃત્યુ પામે છે. આ મોત પૈકી ૧૯૯૦૦૦ જેટલાં નવજાત શિશુના મોત બેક્ટેરિયલ ઈન્ફેક્શનનાં કારણે થાય છે. સેપ્સીસ અથવાતો બેક્ટેરિયલ ઈન્ફેક્શન સારવાર થઈ શકે તે પ્રકારનો રોગ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે બેક્ટેરિયલ ઈન્ફેક્શન હોસ્પિટલમાં લાગતા ઈન્ફેક્શનનાં કારણે થાય છે. પુખ્ત વયના લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવતાં કેટલાંક બાળકોનાં મોત થાય છે.
યોગ્ય માર્ગદર્શન નહીં મળવાથી અથવા તો આડેધડ દવાનો ઉપયોગ કરવાથી બાળકોનાં મોત થાય છે. નવજાત શિશુ સામે કામ કરતાં બેક્ટેરિયાને અમે મજબૂત બનાવી દઈએ છીએ. નવજાત શિશુમાં રોગપ્રતિકારક શÂક્ત ખૂબ ઓછી રહે છે. આવા બાળકોને ખૂબજ સંભાળની જરૂર પડે છે. એન્ટીબાયોટિક રજીસ્ટન્સ અથવા તો એબીઆર સામે લડવા ઉપયોગી એન્ટીબાયોટિકનો ઉપયોગ વધે તે અતિ જરૂરી છે. ભારતમાં નવજાત શિશુ અને બાળકને જન્મ આપનાર માતાનો દર ઉંચો છે. વિશ્વનાં અન્ય દેશોની સરખામણીએ ભારતમાં આ દર વધુ છે. બાળકનાં જન્મ વેળા ભારતમાં ઘણી મોટી સંખ્યામાં મહિલાઓનાં મોત થાય છે અને આના માટે મુખ્ય કારણ બેદરકારી છે. પ્રથમ ચાર સપ્તાહમાં ૧૯૦૦૦૦ બાળકોનાં મોતનો આંકડો પણ ઓછો નથી.