ઇન્દુલાલ યાજ્ઞિકની જન્મ જ્યંતિ અવસરે પુષ્પાંજલિ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : મહાગુજરાત અને પ્રજાકીય આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ  કનૈયાલાલ યાજ્ઞિકની  તારીખ  ૨૨મી ફેબ્રુઆરીના રોજ  ૧૨૮મી જન્મ જયંતી નિમિત્તે  વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના  ભવ્ય તૈલચિત્રને  વિધાનસભાના  અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ વિપક્ષના દંડક શૈલેષભાઈ  પરમાર  દ્વારા ભાવસભર  પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

ઇન્દુચાચાના હુલામણા નામથી ઓળખાતા અને  પત્રકાર તરીકે કારકિર્દીનો પ્રારંભ કરનાર ઈન્દુલાલ યાજ્ઞિકના જન્મદિવસના આ પ્રસંગે મંત્રીમંડળના  સર્વે મંત્રીઓ, વિધાનસભાના સર્વે ધારાસભ્યઓ, વિધાનસભાના સચિવ, અધિકારીઓ,  સ્ટુડન્ટ પોલીસ  કેડેટ તેમજ  માણેકબા પ્રાથમિક શાળા, અડાલજના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને તેમના  તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.

Share This Article