નવીદિલ્હીઃ કોલ્ડડ્રીંક્સ અને ફુડ સેક્ટરની દિગ્ગજ કંપની પેપ્સીકોના સીઈઓ ઇન્દિરા નુઈ આ વર્ષે ઓક્ટોબર મહિમાં પદ છોડવા માટે તૈયાર છે. ૧૨ વર્ષ સુધી કંપનીના ટોચ હોદ્દા ઉપર રહ્યા બાદ હવે રાજીનામુ આપનાર છે. તેમને કોર્પોરેટ સેક્ટરમાં મહિલા સશક્તિકરણના પ્રતિક તરીકે પણ જાવામાં આવે છે.
૬૨ વર્ષીય ઇન્દિરા નૂઈ ત્રીજી ઓક્ટોબરના દિવસે સીઈઓનો હોદ્દો છોડી દેશે. રેમોન લગુઆર્તા તેમની જગ્યા લેશે. તેમને કંપનીએ ગયા વર્ષે જ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી. પેપ્સીકોના ઇતિહાસમાં ઇન્દિરા નુઈ પ્રથમ મહિલા સીઈઓ હતા.
નુઈએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, પેપ્સીકોનું નેતૃત્વ કરવાની બાબત તેમના લાઈફમાં સૌથી મોટા સન્માનની બાબત રહી છે. ૧૨ વર્ષ સુધી કંપની, શેર હોલ્ડરો અને તમામ સંબંધિત પક્ષોના હિતોમાં કામ કરવાની બાબત તેમના માટે ખુબ સારી રહી છે.
ઇન્દિરા નુઈના નેતૃત્વમાં પેપ્સીકોમાં અનેક ઉતારચઢાવ આવ્યા છે. પેપ્સીકોમાં તમામ નવા પ્રયોગોની ક્રેડિટ પણ ઇન્દિરાને જ મળે છે.