દુનિયાનો એવો દેશ જ્યાં ભાડે મળે છે પત્નીઓ, વિદેશી પ્રવાસી માત્ર મજા માટે કરે છે ‘પાર્ટ ટાઇમ લગ્ન’

Rudra
By Rudra 4 Min Read

દુનિયાભરમાં લગ્ન સંબંધિત ઘણી ચોંકાવનારી પરંપરાઓ છે, જેને જાણીન તમે નવાઈમાં પડી જશો. તેમાંની કેટલીક પરંપરાઓ સદીઓ જૂની છે તો કેટલીક બિલ્કુલ નવી અને માત્ર પૈસા કમાવાનો એક રસ્તો છે. આજે આપણે આવી જ એક ચોંકાવનારી પ્રથા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે બતાવે છે કે જ્યારે સામાજિક સંકટ અને આર્થિક તંગી ચરમસીમાએ હોય, ત્યારે તેનો સૌથી મોટો ફટકો સમાજના નબળા વર્ગને—ખાસ કરીને મહિલાઓને—સહેવો પડે છે. મામલો ઇન્ડોનેશિયાનો છે, જ્યાં ફરવા આવતાં કેટલાક વિદેશીઓ માત્ર મોજમસ્તી માટે પૈસાના જોરે લગ્ન કરે છે. સ્થાનિક સ્તરે તેને ‘મુત’આ નિકાહ’ (Mut’ah Nikah) અથવા ‘આનંદ લગ્ન (Pleasure Marriage)’ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રથામાં વિદેશી પર્યટકો ઇન્ડોનેશિયા આવી ગરીબ સ્થાનિક યુવતીઓ સાથે થોડાક દિવસો માટે પાર્ટ-ટાઇમ ‘પત્ની’ તરીકે રહેવાનો કરાર કરે છે.

જેઓ વિદેશીઓ સાથે લગ્ન કરે છે, તેનામાંથી મોટાભાગની સ્ત્રીઓ આર્થિક સંકટ અને ગરીબી વચ્ચે જીવનયાપનની કટોકટીનો સામનો કરતી હોય છે. એવામાં કોન્ટ્રાક્ટ મેરેજમાં મળેલા કરારના પૈસા તેમના પરિવાર માટે ઉપયોગી સાબિત થાય છે. પરંતુ આ લાભ તેમને શારીરિક, માનસિક અને ભાવનાત્મક શોષણની કિંમત પર મળે છે. આ રીતે પાર્ટ-ટાઇમ પત્ની બનાવનાર પુરુષોમાંથી મોટાભાગે મિડલ-ઈસ્ટ દેશોના હોય છે, જેઓ થોડા દિવસો માટે સ્થાનિક યુવતીઓને ‘પત્ની’ તરીકે રાખે છે અને સાથે રહેવાના બદલે મોટી રકમ ચૂકવે છે. જેમ જ તેમની રજા પૂરી થાય છે તેમ જ આ ‘લગ્ન’ પણ પૂરુ થઈ જાય છે અને પુરુષઓ પોતાના દેશમાં પરત ફરતા રહે છે. સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ આ પ્રથાને ગરીબી અને સ્ત્રી શોષણનું ભયાનક રૂપ માનવામાં આવે છે. આ સ્પષ્ટ રીતે એક વ્યવસ્થિત વ્યવસાય છે, જેમાં મહિલાઓની મજબૂરીઓને વેચવામાં આવે છે.

આ ‘અસ્થાયી લગ્ન’નો ધંધો મોટાભાગે સ્થાનિક એજન્ટો અને દલાલોની મદદથી સંગઠિત રીતે ચાલે છે. ઇન્ડોનેશિયાના પુન્ચક (Puncak) વિસ્તારમાં આવી ઘણી ‘થોડા દિવસોના લગ્ન’ થાય છે, જેમાં મહિલાઓ 10 થી 20 દિવસ સુધી વિદેશી પુરુષો સાથે કરાર પર રહેવા માટે સહી કરે છે. અહીંના કેટલાક એજન્ટો તો એક મહિનામાં 20 થી 25 સુધી ‘આનંદ વિવાહ’ કરાવવાનો દાવો કરે છે. આ એજન્ટો સામાન્ય રીતે આર્થિક રીતે મજબૂર મહિલાઓને આવી શાદીઓ માટે લલચાવે છે અને તેમને પુરુષો સુધી પહોંચાડે છે. એકવાર કરાર થઈ જાય પછી આ સંબંધ પૈસાના બદલે થોડા જ દિવસોમાં સમાપ્ત થઈ જાય છે. એક યુવતીને દરેક ‘લગ્ન’માંથી અંદાજે ₹32,000 થી ₹41,000 સુધીની રકમ મળે છે, જે તેમના ગરીબ પરિવારો માટે જીવનયાપનનું મહત્વપૂર્ણ સાધન બની રહે છે. જોકે, આ કમાણીનો મોટો ભાગ એજન્ટની ખિસ્સામાં જાય છે અને થોડો ભાગ ‘કાનૂની’ પ્રક્રિયાઓના નામે સ્થાનિક સ્તરે કાપી લેવામાં આવે છે.

કરાર-લગ્ન કરવા માટે મજબૂર?

‘ચાહયા’ (બદલેલું નામ) નામની એક યુવતીએ પોતાના દુઃખદ અનુભવો શેર કરતાં જણાવ્યું કે તેને પહેલી વખત માત્ર 13 વર્ષની ઉંમરે આવા લગ્ન માટે મજબૂર કરવામાં આવી હતી. ત્યારથી તે સતત એક પછી એક પુરુષોની ‘પાર્ટ-ટાઇમ પત્ની’ બનતી રહી. તેણે જણાવ્યું કે અત્યાર સુધી તે 15 વાર ‘લગ્ન’ કરી ચૂકી છે. દરેક વખતે તેને કરારની અવધિ દરમિયાન પત્ની બનીને રહેવું પડ્યું. પૈસા મળતા હતા, પરંતુ તેને જે માનસિક પીડા, શારીરિક ત્રાસ અને અપમાન સહેવું પડતું હતું, તે અસહ્ય હતું.

‘મુત’આ નિકાહ’ એટલે શું?

‘મુત’આ નિકાહ’ એક પ્રકારનો અસ્થાયી લગ્ન કરાર છે, જે કેટલાક ઇસ્લામિક સમુદાયોમાં પ્રચલિત રહ્યો છે. આ લગ્નની અવધિ નક્કી કરવામાં આવે છે, જે એક કલાકથી લઈને ઘણા વર્ષો સુધી હોઈ શકે છે. જોકે ઇન્ડોનેશિયાના કાયદા આ પ્રથાને માન્યતા આપતા નથી, કારણ કે તે સ્થાયી લગ્નની ધાર્મિક અને સામાજિક કલ્પનાના વિરુદ્ધ છે. અનેક ઇસ્લામિક વિદ્વાનો પણ આ પ્રથાને અનૈતિક અને વેશ્યાવૃત્તિ સમાન ગણાવે છે, જે ઇન્ડોનેશિયન સમાજ માટે ગંભીર સામાજિક અને ધાર્મિક સંકટ ઊભું કરે છે. ભલે આ શોષણકારી વ્યવસ્થા સ્થાનિક અર્થવ્યવસ્થાને થોડો ફાયદો કરે, પરંતુ તે ગરીબ મહિલાઓના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને તેમને સામાજિક રીતે શોષિત કરે છે.

Share This Article