હૈદરાબાદમાં ભારત-ઓસિ. મેચની ટિકિટ ખરીદવામાં થઈ ભાગદોડ, અફરાતફરીમાં ચારને થઈ ઈજા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારત અને ઓસ્ટ્રેલિયા દ્વિપક્ષીય ટી૨૦ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ ૨૫ સપ્ટે.એ હૈદરાબાદમાં રમાશે. ગુરુવારે મેચની ટિકિટ ખરીદવા માટે જીમખાના ગ્રાઉન્ડ્‌સ ખાતે મોટાપાયે ક્રિકેટ રસીકો ઉમટ્યા હતા. એક તબક્કે સ્થળ ઉપર લોકોનો ભારે ધસારો થતાં ભાગદોડની થઈ હતી અને અફરાતફરીમાં ચાર લોકોને ઈજા પહોંચી હતી. પોલીસના મતે ઈજાગ્રસ્તોમાં બે મહિલાનો સમાવેશ થાય છે અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેમની તબિયત સ્થિર છે. મેચની ટિકિટ ખરીદવા લોકોનો ભારે ધસારો જામ્યો હતો અને વરસાદ પડતાં લોકો નાસભાગ કરવા લાગ્યા હતા જેને પગલે સ્થિતિને થાળે પાડવામાં પોલીસના નાકે દમ આવી ગયો હતો. આશરે ૧૫ હજારથી વધુ લોકો ટિકિટ ખરીદવા પહોંચ્યા હતા. કેટલાક લોકોએ ટિકિટના કાળાબજાર થતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

Share This Article