નવીદિલ્હી : લો કોસ્ટ એરલાઈન્સ ઇન્ડિગોએ સમર સેલ હેઠળ નવી સ્કીમ જાહેર કરી છે. સ્થાનિક ટિકિટની શરૂઆત ૯૯૯ રૂપિયાથી કરવામાં આવી છે જ્યારે ઇન્ટરનેશનલ સ્થળો માટે ૩૪૯૯ રૂપિયાની ટિકિટ સાથે શરૂઆત કરવામાં આવી છે. આ સ્કીમ મંગળવારના દિવસે શરૂ કરવામાં આવી ચુકી છે. ઇન્ડિગો સમર સેલમાં જો તમે ટિકિટ બુક કરાવો છો તો ૨૬મી જૂનથી ૨૭મી સપ્ટેમ્બરના ગાળામાં યાત્રા કરવાની રહેશે. ગુરુગ્રામની એરલાઈન કંપની આ ઓફરમાં આશરે ૧૦ લાખ ટિકિટનું વેચાણ કરનાર છે. આ ઓફર હેઠળ ઇન્ડિગો ઇન્ડસઇન્ડ બેંક ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ મારફતે ટિકિટ બુક કરાવવા પર ૨૦ ટકા સુધી ૨૦૦૦ રૂપિયાના કેશબેક મળશે. આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી ટિકિટ ખરીદવામાં આવશે તો રાહત મળશે. અમદાવાદ માટે ટિકિટની શરૂઆત ૧૭૯૯ રૂપિયાથી અને દિલ્હી-ભુવનેશ્વર રુટની શરૂઆત ૨૪૯૯ રૂપિયાથી કરવામાં આવશે.
લુમોસ અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ એ સાકાર રિયલ્ટી ફંડ-1 લોન્ચ કર્યું
અમદાવાદ : લુમોસ અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ એ બકેરી ગ્રુપ સાથે કોલેબોરેશનથી સાકાર રિયલ્ટી ફંડ-1 લોન્ચ કર્યું હતું, જેના ઉપલક્ષ્યમાં અમદાવાદના...
Read more