ફોર્બ્સ ૨૦૨૨ દ્વારા ભારતના ૧૦૦ સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટ અનુસાર એક વર્ષ અગાઉની સરખામણીમાં શેરબજારમાં સામાન્ય ઘટાડા અને રૂપિયામાં મસમોટા ઘટાડા છતા સંપત્તિમાં વધારો નોંધાયો છે. ભારતના ટોચના ધનકુબેરોની યાદીમાં આ વર્ષે અદાણી ટોચના સ્થાને છે. ગૌતમ અદાણી બાદ મુકેશ અંબાણી ભારતના બીજા સૌથી મોટા ધનવાન છે. જોકે, આ વર્ષે ભારતના ૧૦૦ સૌથી ધનિકોની ફોર્બ્સ ૨૦૨૨ની યાદીમાં ઘણા નવા નામો છે.
બ્યુટી બ્રાન્ડ nykaaની ફાલ્ગુની નાયર- દેશના સૌથી ધનિક સેલ્ફ મેડ અબજોપતિઓમાં શામેલ થયા છે. તેઓ આ વર્ષે ટોચના ૧૦૦ ધનકુબેરોમાં શામેલ થયા છે. ફોર્બ્સના ડેટા મુજબ શાનદાર IPO પછી ૪.૮ અબજ ડોલરની નેટવર્થ સાથે નાયર યાદીમાં ૪૪મા સ્થાને છે. તેણીએ ૨૦૧૨માં મલ્ટી-બ્રાન્ડ ઓમ્નીચેનલ બ્યુટી-ફોકસ્ડ રિટેલ બિઝનેસ બનાવવાના વિઝન સાથે નાયકાની સ્થાપના કરી હતી. તેઓ IIM અમદાવાદથી સ્નાતક થયા છે અને ૧૬૦૦ જેટલી વર્કફોર્સ ધરાવે છે. તેમની લિંક્ડઈન પ્રોફાઈલ અનુસાર ફાલ્ગુનીએ ૧૫૦૦ બ્રાન્ડના પોર્ટફોલિયો સાથે બ્યુટી અને લાઈફસ્ટાઈલ સેગમેન્ટનું રિટેલ સામ્રાજ્યનું ઉભું કર્યું છે. તે ખાનગી લેબલ સાથે ઓનલાઈન અને ઓફલાઈન ક્ષેત્ર સાથે ભારતમાં ૬૮ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. NYKAAની આવક FY૧૯માં રૂ. ૧૨૦૦ કરોડના આંકને વટાવી ગઈ છે અને નાણાંકીય વર્ષ ૨૦૨૦માં રૂ. ૨૦૦૦ કરોડથી વધુના ટ્રેક પર જોવા મળી છે.