ભારતની ખ્યાતનામ મોડ્યુલર કિચન અને વોર્ડરોબ બ્રાન્ડ વુર્ફેલ કુચેએ અમદાવાદમાં નવો સ્ટુડિયો કર્યો લોન્ચ

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદ : ભારતની સૌથી પ્રતિષ્ઠિત મોડ્યુલર કિચન અને વોર્ડરોબ બ્રાન્ડ વુર્ફેલ કુચેએ અમદાવાદમાં સિંધુ ભવન રોડ ખાતે પોતાનો નવો સ્ટુડિયો લોન્ચ કર્યો છે. આ માઇલસ્ટોન ગુજરાતના ડિઝાઇન ફોરવર્ડ માર્કેટમાં વુર્ફેલના પ્રવેશને દર્શાવે છે, જે સમગ્ર ભારતમાં ૫૫ સ્ટુડિયો સુધી પોતાની નેશનલ ફ્રુટપ્રિન્ટને વિસ્તૃત કરી રહ્યા છે.

પ્રીમિયમ લિવિંગને પારિભાષિત કરવા માટે જાણીતું વુર્ફેલ વૈભવી મોડ્યુલર કિચન, બેસ્પોક વોર્ડરોબ, એલિગન્ટ વેનિટી યુનિટ અને સ્ટાઇલીશ ટીવી કન્સોલ સહિતના ઉત્કૃષ્ટ પોર્ટફોલિયોને ક્યુરેટ કરે છે, જે તમામ અદ્યતન યુરોપિયન ટેકનોલોજી અને સસ્ટેનેબલ મટીરીયલ સાથે ત્યાર કરવામાં આવ્યા છે. દરેક યુનિટ થોટફુલ ડિઝાઇન, સુપીરિયર ક્રાફ્ટ મેનશીપ અને E0/E1 ગ્રેડ બોર્ડ અને FSC-પ્રમાણિત સંસાધનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ઉત્પાદનો સાથે સારા ઘરો માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

વુર્ફેલ માત્ર કિચન જ નહીં તેનાથી વધુ અનુભવોનું નિર્માણ કરે છે, જે રોજિંદા જીવનને ઉન્નત કરે છે. અમદાવાદ લોન્ચની સાથે ટીમ લાઈફ ટાઈમ વોરંટી દ્વારા સમર્થિત ભારતીય સંવેદનાઓને અનુરૂપ વૈશ્વિક સૌંદર્ય શાસ્ત્ર રજૂ કરવા માટે ઉત્સાહિત છે.

અમદાવાદનો નવો સ્ટુડિયો ગ્રાહકોને એક ઇમર્સિવ એક્સપિરિયન્સ પ્રદાન કરે છે, જે ગ્રાહકોને ફિનિશ તેમજ ઈન્ટેલિજન્ટ કસ્ટમાઇઝેશનને વિસ્તૃત પેલેટની સાથે કાર્યત્મક ભવ્યતા વિશે જાણવાની મંજૂરી આપે છે. પોતાની વાજબી કિંમતની નીતિ, પારદર્શક પ્રથાઓ અને જવાબદાર નવીનતા સાથે વુર્ફેલ સમગ્ર દેશમાં મહત્વાકાંક્ષી ઘરોના નિર્માણને પ્રેરણા આપા સતત પ્રયત્નશીલ છે.

Share This Article