ભારતની જાણીતી જ્વેલરી બ્રાન્ડ ઈવાના જ્વેલ્સએ અમદાવાદમાં પોતાનો શોરૂમ લોન્ચ કર્યો

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ : પોલ્કી અને લેબ ગ્રોન ડાયમંડ દાગીનાની વિશિષ્ટ કલેકશન માટે જાણીતા ભારતના અગ્રણી ફાઇન જ્વેલરી બ્રાન્ડ ઈવાના જ્વેલ્સએ અમદાવાદમાં પોતાનો શોરૂમ ભવ્ય રીતે લોન્ચ કર્યો છે. લોન્ચિંગ પ્રસંગે શહેરની જાણીતી હસ્તીઓ, અને જ્વેલરી ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.

દેશમાં આ ઈવાનાનો સાતમો સ્ટોર હોવાને કારણે, આ લોન્ચ ગુજરાતના ઊર્જાવાન અને સંભાવનાશીલ જ્વેલરી માર્કેટમાં બ્રાન્ડના વ્યૂહાત્મક વિસ્તરણનું પ્રતિક છે, એક એવું શહેર જ્યાં પરંપરાને આધુનિક ભવ્યતાની સાથે ઊંડો પ્રેમ આપવામાં આવે છે.

ઈવાના જ્વેલ્સે અગાઉ સુરત, નોઇડા, નાગપુર, મુંબઈ, દિલ્હી અને મોહાલીમાં સફળ શોરૂમ લોન્ચ કરીને સમગ્ર ભારતમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. અગાઉના લોન્ચ ઇવેન્ટ્સમાં નાગપુર લોન્ચ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, અને નોઇડા શોરૂમ ઉદ્ઘાટન સમયે ઓપી જિંદલ ગ્રૂપનાં ચેરપર્સન સાવિત્રી જિંદલ જેવી પ્રસિદ્ધ હસ્તીઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત, ઓલિમ્પિક મેડલ વિજેતા સાયના નેહવાલ, અભિનેત્રી અમૃતા રાવ, અગ્રવાલ પેકર્સ એન્ડ મૂવર્સના ફાઉન્ડર રમેશ અગ્રવાલ, અને અન્ય ઘણી બિઝનેસ, રાજકારણ અને મનોરંજન જગતની જાણીતી હસ્તીઓએ બ્રાન્ડના પારદર્શક વ્યવસાયની અને પ્રોડક્ટ્સની પ્રશંસા કરી હતી જે ઈવાનાની વિશ્વસનીયતા અને ખંતભર્યા વ્યવહારને ઉજાગર કરે છે.

લૉન્ચિંગ પ્રસંગે ઈવાના જ્વેલ્સના સહ-સ્થાપિકા આયુષી જિંદલે જણાવ્યું: “અમદાવાદ એ સંસ્કૃતિથી ભરપૂર અને દૂર દ્રષ્ટિ ધરાવતું શહેર છે. આપણા આગામી સ્ટોર માટે દરેક રીતે એક સંપૂર્ણ જગ્યા. અહીં ટકાઉપણું અને વારસાગત ભાવનાઓ સાથે અમે અમારી નવી ડિઝાઇન્સ લાવવા માટે ઉત્સાહિત છીએ.” સુરત સ્થિત જિંદલ ગ્રૂપ દ્વારા સ્થાપિત ઈવાના જ્વેલ્સ, , IGI પ્રમાણિત લેબ ગ્રોન હીરા, BIS હોલમાર્કવાળું સોનું, અને એક્સચેન્જ ઑફર્સ તથા બાયબેક ઑફર્સ પણ આપે છે. આ નવો શોરૂમ લોન્ચ એ ઈવાનાના દૃષ્ટિકોણને આગળ ધપાવવાનો એક નવું પગથિયુ છે, જેમાં આધુનિક અને જાગૃત ગ્રાહકો માટે દાગીનાનું આકર્ષક કૉલેકશન લઈને આવ્યા છે.

Share This Article