ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા ભારતનું સૌથી મોટું ડિઝાઈન એક્ઝિબિશન – ગ્રાન્ડ ફિનાલેનું કરાયું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

દેશભરમાં 7 સ્થળોએ તેની સફળ યાત્રા પૂર્ણ કર્યા બાદ ભારતના સૌથી મોટા ડિઝાઇન એક્ઝિબિશન BRDS ડિઝાઇન એક્ઝિબિશન 2022ની ગ્રાન્ડ ફિનાલે 25મી ડિસેમ્બર 2022, શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર એસપી રિંગ રોડ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી, પુણે, બેંગ્લોર, કોલકાતા, જયપુર, લખનૌ અને મુંબઈ શહેરોમાં મોહક એક્ઝિબિશનો બાદ અમદાવાદ ક્રેએટિવિટી અને ઈંનોવેશનની શ્રેષ્ઠતાનું સાક્ષી બન્યું.

18A2577

આ એક્ઝિબિશન અને ડિઝાઇન હન્ટ પાછળનો  હેતુ વિદ્યાર્થીઓને ફેશન અને ટેક્સટાઇલ ડિઝાઇન, ઇન્ટિરિયર અને આર્કિટેક્ચર ડિઝાઇન, પ્રોડક્ટ ડિઝાઇન, ઓટોમોબાઇલ ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન, એનિમેશન ડિઝાઇન જેવી કેટેગરીમાં સ્કેચ અને 3D મોડલ્સના રૂપમાં તેમની ક્રેએટિવિટીને શૉ માટે પ્લેટફોર્મ આપવાનું છે. ફોટોગ્રાફી અને ફાઇન આર્ટ્સ તેમજ ડિઝાઇન અને આર્કિટેક્ચર ફિલ્ડમાં અવેલેબલ મલ્ટિપ્લે ફેકલ્ટીઓ અને તેના કૉમર્શિઅલ મહત્વ વિશે તેમને વાકેફ કરે છે.

DSC07357

ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો એ એક અગ્રણી ડિઝાઇન અને આર્કિટેક્ચર પ્રવેશ કોચિંગ સંસ્થા છે જે ભારતમાં 70 થી વધુ કેન્દ્રો ધરાવે છે જે 5000 થી વધુ વિદ્યાર્થીઓને ભારત અને વિદેશની અગ્રણી ડિઝાઇન, આર્કિટેક્ચર અને ફાઇન આર્ટસ કોલેજોમાં પ્રવેશ લેવા માટે માર્ગદર્શન આપે છે. તેથી, અમે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ કારકિર્દી સેમિનાર સત્રનું આયોજન કર્યું છે જે તેમને ડિઝાઇન અને આર્કિટેક્ચરની ભાવિ સંભાવનાઓ અને આ કોલેજોમાં સફળતાપૂર્વક કેવી રીતે પ્રવેશ કરી શકે છે તે સમજવામાં મદદ કરશે.

Share This Article