નવીદિલ્હી : પાકિસ્તાનના તમામ પ્રયાસો છતાં ઓઆઈસીની બેઠકમાં ભારતને આપવામાં આવેલું આમંત્રણ રદ કરવામાં આવ્યું ન હતું. પાકિસ્તાને ભારતને રોકવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. વિતેલા વર્ષોના પારિવારિક સંબંધોની યાદ પણ અપાવી હતી પરંતુ ઓઆઈસીની બેઠકમાં ભારતના આમંત્રણને રદ કરવામાં પાકિસ્તાનને સફળતા મળી ન હતી. ભારતને રાજદ્વારી જીત મળી હતી જ્યારે પાકિસ્તાનને મુસ્લિમ દેશોના સંગઠન તરફથી પણ ફટકો પડ્યો હતો. ભારતના આમંત્રણ રદ કરવા ઓઆઈસી તરફથી રજૂઆત કરવામાં આવી હતી. પાકિસ્તાનની માંગ ફગાવી દેવામાં આવ્યા બાદ પાકિસ્તાને નારાજગી વ્યક્ત કરીને ઓઆઈસીની બેઠકનો બહિષ્કાર કર્યો હતો. ભારતના આમંત્રણને રદ કરવામાં ન આવતા પાકિસ્તાનની હાલત કફોડી બની હતી.
ગ્રેટર નોઈડામાં ગર્લ્સ હોસ્ટેલના લાગી આગ, જીવ બચાવવા છોકરીઓ બીજા માળેથી કૂદવા લાગી
ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-3 વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગવાની ઘટના બની હતી. ગર્લ્સ હોસ્ટેલમાં આગના બનાવથી સમગ્ર વિસ્તારમાં...
Read more