અમદાવાદ: અવાદા ગ્રુપના વાઇસ ચેરપર્સન સિંદૂર મિત્તલે ફ્લોરિડા, યુએસએમાં આયોજિત પિકલબોલ વર્લ્ડ કપ 2025માં સિલ્વર મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. તેમને તેના પાર્ટનર રક્ષિકા રવિ સાથે ભાગીદારીમાં મહિલા ઓપન ડબલ્સ 5.0 કેટેગરીમાં આ ઐતિહાસિક જીત હાંસલ કરી.
વિશ્વભરના ટોચના ખેલાડીઓમાં સિંદૂર મિત્તલ અને રક્ષિકા રવિની જોડીએ આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં અસાધારણ પ્રદર્શન દર્શાવ્યું.તેમની પ્રભાવશાળી ભાગીદારી અને વિજયે આંતરરાષ્ટ્રીય પિકલબોલ નકશા પર ભારતનું સ્થાન મજબૂત રીતે સ્થાપિત કર્યું છે.
આ નોંધપાત્ર સિદ્ધિ પર બોલતા, સિંદૂર મિત્તલે કહ્યું, “પિકલબોલ એક એવી રમત છે જે ચપળતા, વ્યૂહરચના, નિશ્ચય અને ટીમવર્કને મહત્વ આપે છે.આ એવા ગુણો છે જે અવાદા ખાતે અમારી કોર્પોરેટ પ્રેક્ટિસનો અભિન્ન ભાગ છે.પિકલબોલ જેવી ઉભરતી રમતમાં વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવું અને દેશ માટે મેડલ જીતવો એ એક અવિશ્વસનીય અને ગર્વનો અનુભવ છે.”
પિકલબોલ વર્લ્ડ કપ 2025 એ વિશ્વભરના અગ્રણી ખેલાડીઓને એકસાથે લાવ્યા.આ ઇવેન્ટ રમતની ઝડપથી વધતી લોકપ્રિયતા અને વૈશ્વિક સ્તરે ભારતની વધતી હાજરીનો સ્પષ્ટ પુરાવો છે.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		