પહેલાની સરખામણીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઇસ્લામિક દેશોમાં પણ ભારતનુ મહત્વ વધ્યુ છે. ભારતનુ મહત્વ વધવા માટે કેટલાક કારણને જવાબદાર ગણવામાં આવે છે. વડાપ્રધાન તરીકે મોદીએ જવાબદારી સંભાળી લીધા બાદથી વર્ષ ૨૦૧૪ પછી ઇસ્લામિક દેશોમાં ભારતને લઇને વલણ બદલાયુ છે. મોદીએ તમામ ઇસ્લામિક દેશો સાથે નજીકના સંબંધ સ્થાપિત કર્યા છે. તેમને વિશ્વાસમાં લઇને મોદી આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત મોદીએ તેમના લીડરો સાથે અંગત સંબંધ પણ સ્થાપિત કર્યા છે. આજ કારણ છે કે ઇસ્લામિક દેશો પણ ત્રાસવાદ સામેની લડાઇમાં ભારતની સાથે ઉભેલા દેખાય છે.વૈશ્વિક સ્તર પર ભારતની આજે પ્રતિષ્ઠા શુ છે તે બાબતની સાબિતી હાલમાં ઇસ્લામિક રાષ્ટ્રોની બેઠકમાં મળી ગઇ હતી.
કોઇ સમય એવો હતો જ્યારે પાકિસ્તાનની બોલબાલા આમાં જોવા મળતી હતી. પાકિસ્તાને કોઇ સમય બેઠકમાં હાજરી ન આપવા માટેની માત્ર વાત કરીને ભારતની એન્ટ્રીને રોકાવી દીધી હતી. આજે સ્થિતી બદલાઇ ગઇ છે. આજે ઇસ્લામિક રાષ્ટ્રોમાં પણ પાકિસ્તાનનુ મહત્વ રહ્યુ નથી. જેની સાબિતી વર્તમાન બેઠકથી મળી ગઇ છે. ઇસ્લામિક રાષ્ટ્રોની બેઠકમાં ભારતને પ્રથમ વખત ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. પાકિસ્તાનને આ અંગે જાણ થયા બાદ ભારતની એન્ટ્રી રોકવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. અંગત સંબંધોની વાત પણ કરવામા આવી હતી. જો કે પાકિસ્તાનની કોઇ વાત ઇસ્લામિક દેશોએ સાંભળી ન હતી. પાકિસ્તાને ભારતની એન્ટ્રીને રોકવા માટે બેઠકનો બહિષ્કાર કરવાની ધમકી પણ આપી હતી. જા કે તેની કોઇ નોંધ લેવાઇ ન હતી.ઇસ્લામિક દેશોમાં ભારતના વધતા વિૅશ્વાસની બાબતને પણ આ હાજરી સાબિત કરે છે.
પાકિસ્તાનના તમામ પ્રયાસો છતાં ઓઆઈસીની બેઠકમાં ભારતને આપવામાં આવેલું આમંત્રણ રદ કરવામાં આવ્યું ન હતું. મોદી સતત બીજી અવધિ માટે પ્રચંડ બહુમતિ સાથે ચૂંટાઇ આવ્યા બાદ આગામી દિવસોમાં ઇસ્લામિક દેશો સાથે તેમના સંબંધ વધારે મજબુત રહેનાર છે. મલેશિયા સહિતના દેશો ભારત સાથે વેપાર કારોબારને વધારી દેવા માટે તૈયાર છે. સાઉદી દ્વારા જે રીતે મંદિરના મામલે ભારતની વાત સ્વીકારી હતી. તે બાબત પણ ભારતના કદને સાબિત કરે છે.
સાઉદીમાં રહેતા ભારતીય લોકોની સુરક્ષા અને અન્ય પાસાઓને લઇને પણ હવે આ દેશો વધારે સારા પગલા લઇ રહ્યા છે. ભારતીય નાગરિકો માટે નોકરીના માહોલને સરળ બનાવી રહ્યા છે. સાથે સાથે અપરાધીઓને લઇને પણ ભારતની પુરતી મદદ આ ઇસ્લામિક દેશો દ્વારા કરવામાં આવી રહી છે. આ તમામ બાબતો સાબિત કરે છે કે ભારત હવે ઇસ્લામિક દેશોમાં પણ તેના પ્રભાવને વધારી દેવા માટે કટિબદ્ધ છે. પાકિસ્તાનનુ મહત્વ તેની અયોગ્ય નીતિના કારણે ઓછુ થઇ રહ્યુ છે. ત્રાસવાદ સામે તેના વર્તનના કારણે તે હવે વૈશ્વિક સમુદાયની સામે ખુલ્લુ પડી રહ્યુ છે. આવી સ્થિતીમાં તેની સાથે રહેનાર ચીનની પણ ટિકા ટિપ્પણી થઇ ચુકી છે.