ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો દિવાળીના એક દિવસ પહેલાં પોતાનું સૌથી ભારે રોકેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ રોકેટથી બ્રિટિશ સ્ટાર્ટ અપ કંપની વન વેબના સેટેલાઈટ અંતરિક્ષમાં છોડશે. આ સેટેલાઈટ દુનિયાને અંતરિક્ષમાંથી ઈન્ટરનેટની સુવિધા આપશે. આ કંપનીમાં ભારતની ભારતી એન્ટરપ્રાઈઝ કંપની શેર હોલ્ડર છે. એટલે એરટેલવાળી કંપની. ઈસરોના આ રોકેટનું નામ છે લોન્ચ વ્હીકલ માર્ક-૩. જેને પહેલાં જિયોસિન્ક્રોન્સ લોન્ચ વ્હીકલ માર્ક-૩ના નામથી ઓળખવામાં આવતું હતું. આ રોકેટમાં વનવેબના ૩૬ સેટેલાઈટ્સ જઈ રહ્યા છે. આખા મિશનનું નામ છે – LVM-3-M2/OneWeb India-1 Mission. લોન્ચિંગ ૨૩ ઓક્ટોબર ૨૦૨૨ની સવારે સાત કલાકે શ્રીહરિકોટાના સ્પેસપોર્ટથી થશે. ઈસરોના અધિકારીઓએ જણાવ્યું રે રોકેટના ક્રાયો સ્ટેજ, ઈક્વિપમેન્ટ બે એસેમ્બલી પૂરી થઈ ગઈ છે.
સેટેલાઈટ્સને રોકેટના ઉપરી ભાગમાં લગાવી દેવામાં આવ્યું છે. છેલ્લી તપાસ ચાલી રહી છે. વનવેબની સાથે ઈસરોની ડીલ થઈ છે. જે બે લોન્ચિંગ કરશે. એટલે ૨૩ ઓક્ટોબરે લોન્ચિંગ પછી વધુ એક લોન્ચિંગ થશે. જે માનવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષે જાન્યુઆરીમાં સંભવિત છે. આ સેટેલાઈટ્સને ધરતીની નીચલી કક્ષામાં તહેનાત કરવામાં આવશે. આ બ્રોડબેન્ડ કમ્યુનિકેશન સેટેલાઈટ્સ છે. જેનું નામ વનવેબ લિયો છે. LVM3 રોકેટની આ પહેલી વ્યવસાયિક ઉડાન છે. આ પહેલાં વર્ષ ૨૦૧૯માં આ રોકેટથી ચંદ્રયાન-૨, ૨૦૧૮માં જીસેટ-૨, ૨૦૧૭માં જીસેટ-૧ અને તેની પહેલાં વર્ષ ૨૦૧૪માં ક્રૂ મોડ્યુલ એટમોસ્ફિયરિક રી-એન્ટ્રી એક્સપીરિમેન્ટ લઈને ગયું હતું. આ બધા મિશન દેશના હતા. એટલે સરકારી હતા. પહેલીવાર કોઈ ખાનગી કંપનીના સેટેલાઈટ આ રોકેટમાં જઈ રહ્યા છે. અત્યાર સુધી આ રોકેટથી ચાર વાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ચારેય સફળ રહ્યા છે. આ ઈસરોનું આ રોકેટથી પાંચમું લોન્ચિંગ છે.
LVM3 રોકેટની મદદથી અમે ૪ ટન એટલે ૪૦૦૦ કિલોગ્રામ વજન સુધીના સેટેલાઈટ્સને જિયોસિન્ક્રોન્સ ટ્રાન્સફર ઓર્બિટ સુધી પહોંચાડવામાં આવી શકે છે. આ રોકેટ ત્રણ સ્ટેજનો છે. બે સોલિડ મોટર સ્ટ્રેપ ઓન લાગેલા છે. કોર સ્ટેજ લિક્વિડ પ્રોપેલન્ટ ભરેલું રહે છે. તે સિવાય એક ક્રાયો સ્ટેજ છે. સામાન્ય રીતે આ રોકેટના લોન્ચિંગ કરવા પોણા ચારસો કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. આ રોકેટની લંબાઈ ૧૪૨.૫ ફૂટ છે. વ્યાસ ૧૩ ફૂટ છે. તેનું કુલ વજન ૬.૪૦ લાખ કિલોગ્રામ છે. LVM3ની મદદથી ય્ર્ંમાં સેટેલાઈટ છોડવાને છે તો ૪૦૦૦ કિલોગ્રામ વજન સુધી આ સેટેલાઈટ્સ છોડી શકે છે. જો સેટેલાઈટ્સને લોઅર અર્થ ઓર્બિટમાં મૂકવાનો છે તો ૧૦૦૦૦ કિલોગ્રામ સુધીના સેટેલાઈટ્સને લઈ જઈ શકે છે. આ રોકેટની મદદથી આગામી વર્ષના પહેલા ક્વાર્ટરમાં ચંદ્રયાન-૩નું લોન્ચિંગ કરી શકાય છે. એટલું જ નહીં આગામી વર્ષના અંત સુધી ગગનયાનના પહેલા માનવરહિત ઉડાનનું પરીક્ષણ પણ આ રોકેટના મોડિફાઈડ વર્ઝનથી કરવામાં આવી શકે છે.