ગડતા બાહ્ય વાતાવરણ વચ્ચે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં વાસ્તવિક કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)વૃદ્ધિમાં ઘટાડો થવાની ધારણા છે. નાણાકીય વર્ષ ૨૨-૨૩માં જીડીપી વૃદ્ધિ દર ઘટીને ૬.૯% થવાની ધારણા છે. વર્લ્ડ બેંકે તેના ઈન્ડિયા ડેવલપમેન્ટ અપડેટ રિપોર્ટમાં આ જાણકારી આપી છે. આ અંદાજ ૨૦૨૧-૨૨ માટે ૮.૭% ની સરખામણીમાં મોટો ઘટાડો માનવામાં આવે છે.
અગાઉ, સ્વિટ્ઝર્લેન્ડની બ્રોકરેજ કંપની યુબીએસ ઇન્ડિયાએ પણ ૨૦૨૨-૨૩માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સહિત વિશ્વભરની કેન્દ્રીય બેંકો તેમના વ્યાજ દરોમાં સતત વધારો કરી રહી છે. જેની સીધી અસર દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર પડે છે. આ સાથે, ચીનમાં કોરોના લોકડાઉનને કારણે, સમગ્ર વિશ્વની સપ્લાય ચેઇન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. આવી સ્થિતિમાં સમગ્ર વિશ્વમાં મંદીનો ભય વધી ગયો છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) એ દેશમાં એક વર્ષમાં ઉત્પાદિત તમામ માલસામાન અને સેવાઓનું કુલ મૂલ્ય છે. જીડીપી આર્થિક પ્રવૃત્તિનું સ્તર દર્શાવે છે અને તે દર્શાવે છે કે કયા ક્ષેત્રોમાં વૃદ્ધિ અથવા ઘટાડો થયો છે. ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જીડીપીનો અંદાજ છે.