ભારતનો પહેલો બ્લેક ચીઝ પિઝાનો વીડિયો વાયરલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગ્રાહકોને આકર્ષવા સ્ટ્રીટ વેન્ડર્સ અને દુકાનદારો ઘણી વાનગીઓ પર પ્રયોગો કરતાં હોય છે. કેટલીક વાનગીઓ તો લોકોને પસંદ આવતી હોય છે, જ્યારે કેટલીક વાનગીઓ જોઈને જ લોકોનું મોં બગડી જતું હોય છે. પિઝાની વાત વાત કરીએ તો ફાસ્ટફુડમાં લોકો પિઝા ખાવાનું પસંદ કરતા હોય છે ત્યારે મુંબઈમાં પિઝાના આઉટલેટે બ્લેક ચીઝના પિઝા બનાવ્યા છે. વીડિયોમાં તમે પિઝા જોઈ શકો છો કે જેમાં બ્લેક ચીઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે ચીઝનો રંગ હલકા પીળા રંગનો હોય છે. આવામાં બ્લેક ચીઝને જોઈને લોકોને પણ નવાઈ લાગી રહી છે. કેટલાક લોકો આ પિઝાને જોઈને મજા લઈ રહ્યા છે કે શું આ પિઝામાં સિમેન્ટ નાંખવામાં આવી છે? ઘણા લોકોને બ્લેક રંગનું ચીઝ જોઈને મનમાં ઘણી શંકાઓ થતી હશે જ્યારે પિઝા બનાવનારનું કહેવું છે કે પિઝામાં ચીઝનો કાળો રંગ તેમાં નાંખેલી સામગ્રીઓને લીધે આવે છે અને તેમાં કોઈ પણ પ્રકારનો રંગ મિક્સ કરવામાં આવતો નથી. આ બ્લેક ચીઝ પિઝાની કિંમતની વાત કરીએ તો આ બ્લેક ચીઝ પિઝાની કિંમત ૪૫૦ રૂપિયા છે જેને બે વ્યક્તિઓ આરામથી ખાઈ શકે છે. સોશિયલ મીડિયા પર બ્લેક ચીઝ પિઝાનો વીડિયો વાયરલ છે અને લોકોને બ્લેક ચીઝ પિઝા પસંદ પણ આવી રહ્યા છે.જો તમે સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા હોવ તો તમને સોશિયલ મીડિયા પર ઘણી અજીબો ગરીબ અને અટપટી વાનગીઓ જોવા મળી જશે. સોશિયલ મીડિયા પર હાલ વિયર્ડ રેસીપી એટલે કે અજીબો ગરીબ વાનગીઓ બનાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

Share This Article