ભારતનો પહેલો અસેમ્બલી કોન્સ્ટિટયુન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ વેજલપુરમાં  યોજાશે.

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 અમદાવાદ : આજે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યુ હતું કે આઝાદીના ૭૫ વર્ષના ગાળામાં કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજીનો સમયાંતરે સમયગાળો રહ્યો. આવનારા ૨૫ વર્ષ એ સ્ટાર્ટઅપના ૨૫વર્ષ હશે. જેમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર્ભાઈ મોદીના આહ્વાન પ્રમાણે ભારતનો યુવાન “જોબ સિકાર નહીં પરંતુ જોબ ગીવર” બનશે.

amit thaker

             મજબૂત હ્યુમન ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું થાય તેમાં યોગદાન આપવાના આશયથી વેજલપુર વિધાનસભામાં વસતા યુવાનો પોતાના સ્ટાર્ટઅપ માટે સન્માન મેળવે નવા ઉભરતા સ્ટાર્ટઅપ માટે તેમને બધા જ પ્રકારે માર્ગદર્શન મળે અને તેમને સરકાર તથા પ્રાઈવેટ ઇન્વેસ્ટર તરફથી આર્થિક મદદ મળે તેવા આશય સાથે “વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ” નું આયોજન કરાયું છે.

             એસ.જી.હાઇવે પર આવેલી YMCA ક્લબ ખાતે તારીખ ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૪ ને શનિવાર ના સવારે ૦૯:૩૦ કલાકે કેન્દ્ર્ના ગૃહ-સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ શ્રી અમિતભાઈ શાહના હસ્તે તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગૌરવમયી ઉપસ્થિતિમાં “વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ” નું ઉદ્ઘાટન થશે. જેમાં ટેકનિકલ શેસન, સ્ટાર્ટઅપ પ્રદર્શનનું ઉદ્ઘાટન લાઇવ પીચિંગ, મેંટર સાથે વાર્તાલાપ જેવા વિભિન્ન શેસન રાખવામા આવેલ છે. WWW.VEJALPURSTARTUP.COM ઉપર સતત રજીસ્ટ્રેશન નો પ્રવાહ જારી છે. જેમાં સ્ટાર્ટઅપ મેન્ટર, ઇન્વેસ્ટર તરીકે ૧૦૦૦ થી વધારે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે.

Share This Article