નવીદિલ્હી : ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ વખત ૪ ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. આ સાથે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં પણ આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. જીડીપી લાઈવ ડેટા અનુસાર ભારતે ૧૮મી નવેમ્બરે મોડી રાત્રે આ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. ૧૮ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ, લગભગ ૧૦ઃ૩૦ વાગ્યે, ભારતના જીડીપીનું કદ પ્રથમ વખત ૪ ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું. હવે આ સાથે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. ચોથા ક્રમના જર્મની અને ભારતની જીડીપી વચ્ચેનો તફાવત હવે ઘણો ઓછો છે.. અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અમેરિકાની જીડીપી ૨૫.૫ ટ્રિલિયન ડોલર છે. ચીન ૧૮ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે બીજા સ્થાને છે. જ્યારે જાપાનનું અર્થતંત્ર ૪.૨ ટ્રિલિયન ડોલર અને જર્મનીનું અર્થતંત્ર ૪ ટ્રિલિયન ડોલર છે. દરમિયાન, S& P ગ્લોબલ માર્કેટ્સ સિવાય, અન્ય કેટલીક વૈશ્વિક સંસ્થાઓએ પણ સમાન દાવા કર્યા છે. ભારતની ૨૦૩૦ સુધીમાં વધીને $૭.૩ ટ્રિલિયન થઈ જશે. ૨૦૩૦ સુધીમાં ભારત માત્ર જાપાન જ નહીં પરંતુ જર્મનીથી પણ આગળ નીકળી જશે. ભારતની વર્તમાન જીડીપી ૨૦૨૨માં $૪ ટ્રિલિયન છે, જે ૨૦૩૦ સુધીમાં વધીને $૭.૩ ટ્રિલિયન થઈ જશે. રિપોર્ટમાં ભારતીય અર્થવ્યવસ્થામાં તેજીનું કારણ સ્થાનિક માંગમાં વધારો થયો છે.. શું છે જીડીપી?.. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તે આપેલ સમયગાળા દરમિયાન દેશમાં ઉત્પાદિત તમામ અંતિમ માલ અને સેવાઓનું કુલ આર્થિક મૂલ્ય છે. સામાન્ય રીતે દેશના જીડીપીની ગણતરી કરવા માટે એક વર્ષનો સમયગાળો વપરાય છે. જીડીપી એ દેશના આર્થિક સ્વાસ્થ્યનું વ્યાપક સ્કોરકાર્ડ છે. જીડીપી એ દેશના વિકાસ અને આર્થિક પ્રગતિની ઓળખ સ્વરૂપે માનવમાં આવે છે. જીડીપી વૃદ્ધિ દર એ દેશના આર્થિક પ્રદર્શનનું એક મહત્વપૂર્ણ સૂચક છે. GDP ની ગણતરી દેશની રાષ્ટ્રીય આંકડાકીય એજન્સી દ્વારા કરવામાં આવે છે, સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુસરીને. ખર્ચ, આઉટપુટ અથવા આવકનો ઉપયોગ કરીને જીડીપીની ગણતરી ત્રણ અલગ અલગ રીતે કરવામાં આવે છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more