નવી દિલ્હી : પાકિસ્તાન સાથે સંઘર્ષ વેળા અંકુશ રેખા પર તેમનુ વિમાન તુટી પડ્યા બાદ પકડી લેવામાં આવેલા ભારતીય વિંગ કમાન્ડર સાહસી અભિનંદન વર્તમાન સાથે પાકિસ્તાનમાં ખરાબ વર્તન કરવામાં આવી રહ્યુ છે. સૌથી પહેલા તેને સ્થાનિક લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. તેના હાથ બાંધી રાખીને તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યુ છે. પાકિસ્તાની સેના દ્વારા તેની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવી રહ્યુ છે. બંને દેશો વચ્ચે સંબંધ ખુબ વણસી ગયા છે ત્યારે પાકિસ્તાન દ્વારા તેમની સાથે એ પ્રકારનુ વર્તન વધારે જટિલ સ્થિતી સર્જે છે.
રૂઆતમાં તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યા બાદ વિડિયો રેકો‹ડગ કરાવીને કહેવામાં આવ્યુ છે કે તેમના બંધકો દ્વારા તેમની સાથે સારુ વર્તન કરવામાં આવી રહ્યુ છે. સોશિયલ મિડિયામાં ત્રણ વિડિયો સપાટી પર આવ્યા છે. ત્રણેય જુદા જુદા વિડિયો રહેલા છે. એક વિડિયોમાંજે ઓફિસ રૂમ જેવા દેખાવ છે તેમાં અભિનંદનના હાથ બાંધવામાં આવ્યા છે. તેના ચહેરા પર લોહી દેખાય છે. યુવા પાયલોટે કહ્યુ છે કે તે તેના નામ અને સર્વિસ નંબર સિવાય અન્ય કોઇ વાત આપશે નહીં. પાકિસ્તાની સેનાના વિમાનો ઘુસ્યા બાદ વિંગ કમાન્ડરે પાકિસ્તાની વિમાનને તોડી પાડ્યુ હતુ. જો કે તે અથડામણ વેળા પાકિસ્તાનમાં પહોંચી જતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આ વિમાન પણ તુટી પડ્યુ હતુ.
જો કે અભિનંદન નીચે આવી ગયા હતા. ત્યાં પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા હતા. ત્યારબાદથી પાકિસ્તાનના કબજામાં ભારતીય પાયલોટ છે. પાકિસ્તાની સેના દ્વારા તેમને કેટલાક પ્રશ્નો પણ પુછવામાં આવ્યા છે. ટેન્શન વચ્ચે પાકિસ્તાનના સકંજામાં રહેલા ભારતીય વિંગ કમાન્ડરને સુરક્ષિત રીતે પરત કરવા ભારતે અપીલ કરી છે. દેશભરમાં પણ વિંગ કમાન્ડરને મુક્ત કરાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે. ટોળાના હુમલા બાદ કેટલાક પાકિસ્તાની જવાનોએ તેમને બચાવી લીધા હોવાની વાત કરવામાં આવી છે.