દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વમાં પ્રથમ અને એકમાત્ર પ્રોટોન થેરાપી કેન્દ્ર એપોલો પ્રોટોન કેન્સર સેન્ટર (APCC) અને ઇઓન બીમ એપ્લિકેશન્સ (IBA), બેલ્જિયમ દ્વારા એશિયા અને સમગ્ર વિશ્વભરમાં ક્લિનિસિયન્સને પ્રોટોન થેરાપી ટ્રેનિંગ અને શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે.
એશિયાની અગ્રગણ્ય અને વિશ્વસનીય સંકલિત હેલ્થકેર સેવા પ્રદાતા એપોલો હોસ્પિટલ્સે IBAની Proteus® પ્લસ પ્રોટોન થેરાપી સિસ્ટમ હસ્તગત કરી છે અને છેલ્લા ત્રણ વર્ષોથી સફળતાપૂર્વક કેન્સરના દર્દીઓની સારવાર કરી રહી છે. હવે આ જોડાણ સાથે, એપોલો પ્રોટોન કેન્સર સેન્ટર ક્લિનિસિયન્સને પ્રોટોન થેરાપી ઉપર પોતાના અદ્યતન ટ્રેનિંગ અને શિક્ષણ પ્રોગ્રામ મારફતે જ્ઞાન પ્રદાન કરશે.
આ ભાગીદારીની જાહેરાત કરતાં એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇસ લિમિટેડના ફાઉન્ડર અને ચેરમેન ડૉ. પ્રતાપ સી. રેડ્ડીએ જણાવ્યું હતું કે, “ઊચ્ચ ગુણવત્તા ધરાવતી કેન્સર સારવારની તીવ્ર જરૂરિયાત અને ભારતમાં કેન્સરના કેસોમાં સતત થઇ રહેલો વધારો આશરે ત્રણ દાયકાઓ પહેલા એપોલો કેન્સર સેન્ટર્સ (ACC)ના ઉદ્ભવ પાછળ જવાબદાર કારણો હતાં. આ સમયથી જ, ACC અવિરતપણે ભારતની અંદર શ્રેષ્ઠતમ અને સૌથી અદ્યતન કેન્સર સારવાર પૂરી પાડી રહ્યું છે, જેમાં તાજેતરમાં જ તેણે આ ક્ષેત્રે પ્રોટોન થેરાપી રજૂ કરી છે. વધુમાં, તમામ પ્રકારની જરૂરિયાતો માટે કેન્સરની સારવારના માપદંડો સુધારવાના નિર્ધારને ધ્યાનમાં રાખીને IBA સાથે જોડાણ કરીને એપોલો પ્રોટોન કેન્સર સેન્ટર એશિયામાં આ ક્ષેત્રનું પ્રથમ ટ્રેનિંગ અને એજ્યુકેશન પ્રોગ્રામ રેફરન્સ સેન્ટર બની રહ્યું છે.”
આ જોડાણ અંગે IBAના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓલિવર લેગ્રેઇને જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં એપોલો હોસ્પિટલે પ્રોટોન થેરાપી નિષ્ણાતોના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સમુદાય માટે સફળતાપૂર્વક તાલીમ પરિસંવાદનું આયોજન કરવામાં પોતાની નિપૂણતા અને પ્રેરણા પ્રદર્શિત કરી છે. અમે અન્ય ઉપખંડમાં પ્રવાસ કરવાની જરૂરિયાત વગર એશિયામાં પ્રોટોન થેરાપીના વપરાશકર્તાઓને ઊચ્ચ-ગુણવત્તાયુક્ત તાલીમ અને શિક્ષણ પૂરું પાડવા માટે એપોલો સાથે જોડાણ કરી રહ્યાં છીએ.”
એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇસ લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરપર્સન ડૉ. પ્રીથા રેડ્ડીએ જણાવ્યું હતું કે, “2019માં APCC ખાતે પ્રોટોન થેરાપી રજૂ કરવામાં આવી હતી, જે દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય પૂર્વમાં સૌ પ્રથમ હતી અને કેન્સરના લાખો દર્દીઓને વિશ્વની સૌથી અદ્યતન રેડિએશન થેરાપી મોટા પાયા પર સુલભ બનાવવામાં આ એક નિર્ણાયક પગલું હતું. આ સમયથી જ, હજારો દર્દીઓને સારવાર પૂરી પાડવામાં APCCની તજજ્ઞ ટીમોએ પ્રોટોન થેરાપીમાં નોંધપાત્ર રીતે પોતાની નિપૂણતા પ્રદર્શિત કરી છે અને તેમના ક્લિનિકલ પરિણામો તેમના કૌશલ્યને રેખાંકિત કરે છે. હવે જ્યારે IBA સાથે જોડાણ કરીને APCC એશિયાની પ્રથમ અને એકમાત્ર પ્રોટોન બીમ ટ્રેનિંગ સંસ્થા બની રહી હોવાથી તે સમગ્ર વિશ્વના ક્લિનિસિયન્સને મૂલ્યવાન ઉપલબ્ધી પૂરી પાડશે અને ઓન્કોલોજી અને પ્રોટોન થેરાપીમાં સંશોધન માટે મહત્ત્વપૂર્ણ ફાળો આપનાર બનશે.”
એપોલો પ્રોટોન કેન્સર સેન્ટરના રેડિએશન ઓન્કોલોજીના મેડિકલ ડિરેક્ટર અને હેડ ડૉ. રાકેશ જલાલીએ જણાવ્યું હતું કે, “અમે વિશ્વમાં ઉપલબ્ધ સૌથી અદ્યતન કેન્સર સારવાર પૂરી પાડવા માટે ભારતમાં પ્રોટોન કેન્સર સેન્ટર શરૂ કર્યું છે. અત્યાર સુધી, અમે વિવિધ પ્રકારના ટ્યુમર્સ ધરાવતાં દર્દીઓની સારવાર કરી છે. દરેક દર્દીને ખૂબ જ ગહન અને સખત પ્રક્રિયાના આધાર પર પસંદ કરવામાં આવે છે અને ખાસ સાઇટ-સ્પેસિફિક ટ્યુમર બોર્ડ અને તેને સમાંતર સમીક્ષા પ્રક્રિયા હાથ ધરીને વિચાર વિમર્શ બાદ મંજૂરી આપવામાં આવે છે. અમે સારવાર, ગુણવત્તાયુક્ત ડેટાના સર્જન અને અનેક નવીન શૈક્ષણિક પહેલોના સંદર્ભમાં કોઇપણ અન્ય મોટા આંતરરાષ્ટ્રીય કેન્સર સેન્ટરની સમકક્ષ સમજદારીપૂર્વક અને સભાનતાપૂર્વક સેન્ટર ઊભું કર્યું છે. હવે, આ જોડાણ થકી અમે વર્તમાન સમયની પ્રોટોન બીમ થેરાપી પ્રેક્ટિસ સંબંધિત ટ્રેનિંગ અને શિક્ષણ માટે તકો ઉપલબ્ધ કરાવવા સમગ્ર એશિયા અને વિશ્વમાંથી ક્લિનિસિયન્સ, ફિઝિસિસ્ટ, થેરાપિસ્ટને તેની ઉપલબ્ધી પૂરી પાડી રહ્યાં છીએ.”
એપોલો હોસ્પિટલ્સ અદ્યતન તબીબી સેવાઓ પૂરી પાડવા માટે સમગ્ર વિશ્વભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલોમાં ક્રમ ધરાવે છે. અત્યાર સુધી તેણે 140 દેશોમાંથી 200 મિલિયનથી પણ વધારે દર્દીઓની જીવનમાં પરિવર્તિત કર્યું છે. તેના દ્વારા ઉપલબ્ધ કરાવાતી સેવાઓમાં ક્ષેત્રીય હોસ્પિટલ્સ ખાતે દર્દીઓની સારવાર, ટેલિ-મેડિસિન મારફતે અંતરિયાળ વિસ્તારોમાં વિશેષજ્ઞો દ્વારા પરામર્શ, ઊચ્ચ-ગુણવત્તાયુક્ત ક્લિનિસિયન્સ બનવા માટે યુવાનોને પ્રેરણા આપવી અને ગુણવત્તાસભર હેલ્થકેર ઇકોસિસ્ટમ બનાવવા માટે રાષ્ટ્ર અને વ્યાવસાયિક સાહસોને સહાયતા કરવાનો સમાવેશ થાય છે. એશિયાના ઇન્ટિગ્રેટેડ પ્રાઇવેટ હેલ્થકેર સર્વિસ પૂરી પાડનાર તરીકે, એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇસ લિમિટેડમાં 50 જેટલા દેશોમાં હોસ્પિટલ્સ, ફાર્મસીઝ, પ્રાઇમરી કેર અને ડાયગ્નોસ્ટિક ક્લિનિક્સ અને ટેલિમેડિસિન યુનિટ્સનો સમાવેશ થાય છે. એપોલો હોસ્પિટલ્સે તેની આરોગ્ય વીમા સેવાઓ, ગ્લોબલ પ્રોજેક્ટ્સ કન્સલ્ટન્સી, નર્સિંગ અને હોસ્પિટલ મેનેજમેન્ટની કોલેજ અને વૈશ્વિક ક્લિનિકલ ટ્રાયલ્સ, એપિડીમિઑલજીકલ સ્ટડી, સ્ટેમ સેલ અને જિનેટિક રિસર્ચ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને રિસર્ચ ફાઉન્ડેશન મારફતે પોતાની હાજરી વિસ્તૃત બનાવી છે.