અમેરિકાથી ૧૪૫ ભારતીય ખુબ ખરાબ હાલતમાં પરત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમેરિકાથી ૧૪૫ ભારતીયોને પરત મોકલી દેવામાં આવ્યા છે. તેમની હાલત ખુબ દયનીય રહી હતી. ૨૫-૨૫ લાખ રૂપિયા ગુમાવ્યા છે. સાથે સાથે કેટલાક દિવસ સુધી ભુખ્યા રહેવાની ફરજ પડી હતી. આ ઉપરાંત તમામ ભારતીયોને ખુબ ખરાબ હાલતમાં અપમાનિત સ્થિતિમાં ભારત મોકલી દેવામા આવ્યા છે., તેમના હાથ પગ બાંધી દેવામાં આવ્યા છેતમામ ભારતીય ભણેલા હતા ઉચ્ચ શિક્ષિત હતા. અમેરિકામાં જવુ અને ત્યાં કામ કરવાના સપના સાથે પહોંચ્યા હતા. આના માટે તેઓએ ૨૫-૨૫ લાખ રૂપિયાની ચુકવણી પણ કરી હતી. કેટલાક યુવાનોએ કામ કરવાની શરૂઆત પણ કરી દીધી હતી.

તેમને આ બાબતની માહિતી ન હતી કે તેમનુ સપનુ ખરાબ સપનામાં ફેરવાઇ જશે. ગેરકાયદે રીતે રહેતા અને ગેરકાયેદ રીતે અમેરિકામાં ઘુસી ગયા બાદ તેમને આ તમામ આરોપોમાં ઇમિગ્રેશનના અધિકારીઓએ પકડી લીધા હતા. ત્યારબાદ તેમને ગેરકાયદે પ્રવાસીઓ માટે બનેલવા અટકાયતી સેન્ટરમાં નાંખી દીધા હતા. આખરે તેમને અમેરિકાથી ભરાત પરત મોકલી દેવામાં આવ્યાહતા.

બુધવારના દિવસે નવી દિલ્હીના આઇજીઇ વિમાનીમથકે તેઓ પહોંચ્યા હતા. તેમના હાથ પગ બાંધીને મોકલી દેવામાં આવ્યા હતા. પ્લેનમાંથી ઉતરતા પહેલા જ તેમના હાથ પગ ખોલી દેવામાં આવ્યા હતા. સપનાઓની પાછળ દોડવાની બાબત તેમને ભારે પડી રહી છે. તેમના ચહેરા પર રાહતના ભાવ પણ દેખાયા હતા. કારણ કે તેઓ આખરે ભારત પરત ફર્યા હતા. આ તમામ ૧૪૫ ભારતીયોની હાલત કફોડી દેખાઇ હતી. ૨૧ વર્ષના સુખવિન્દરે આશરે એક વર્ષ બાદ મોબાઇલ ફોન પોતાના હાથથી સ્પર્શ કર્યોહતો. ખુબ ખરાબ સ્થિતિમાં તેઓ ભારત પહોંચ્યા હતા. તમામ ૧૪૫ ભારતીય ફાટેલા કપડા અને

અમેરિકાથી ખરાબ હાલતમાં બહાર આવી રહ્યા હતા. જેમાં ત્રણ મહિલાઓ પણ હતી તેમને એરોઝોનામાં પકડી લેવામાં આવ્યા હતા. એરોઝોનામાંથી જ ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ભારતીયોની સાથે ૨૫ બાંગ્લાદેશી લોકોને પણ દેશનિકાલ કરવામા આવ્યા હતા.

તેમને લઇને આવનાર ચાર્ટર્ડ વિમાન બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં રોકાયુ હતુ. આશરે ૨૪ કલાકની યાત્રાના કારણે તમામના ચહેરા પર થાકના ભાવ દેખાઇ રહ્યા હતા. અમેરિકામાં અટકાયતી સેન્ટરોમાં તેમના માટે કોઇ પુરતી વ્યવસ્થા ન હતી. તેમના ખાવા પિવાની કોઇ વ્યવસ્થા ન હતી. તેમની દુર્દશા થયેલી હતી. કેટલાક લોકોએ તો ઘરે પરત ફરતા પહેલા મિત્રોની સાથે દિલ્હીમાં રહેવાનો ત્યારબાદ નિર્ણય કર્યો હતો. ગેરકાયદે ફસાઇ ગયા બાદ તેમની હાલત ખરાબ થઇ હતી.

Share This Article