આદિત્ય બિરલા ગ્રુપ કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ લિ. દ્વારા આજે ઈન્ડિયાનેક્સ્ટ 2017-18- બિલ્ડિંગ ફોર અ બિલિયનના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ વાર્ષિક પહેલ મૂ્લ્યવાન ઘર વસાવવાના દરેક ભારતીયનાં સપનાંને સાકાર કરવા માટે ઉત્તમ સંકલ્પનાઓ અને ડિઝાઈનો પ્રસ્તુત કરવાના કંપનીના પ્રયાસોને જીવંત કરે છે.
આ અવસરે બોલતાં અલ્ટ્રાટેક સિમેન્ટ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર કે કે મહેશ્વરીએ જણાવ્યું હતું કે અલ્ટ્રાટેક સિમેન્ટમાં અમે આપણો દેશ સામનો કરી રહ્યો છે તે સતત ઉત્ક્રાંતિ પામતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડકારો માટે નિવારણો નિર્માણ કરવાનો અમારો પ્રયાસ છે. અમે માનીએ છીએ કે દરેક ભારતીયએ તેના સપનાનું ઘર ધરાવવું જોઈએ. અલ્ટ્રાટેકની ઈન્ડિયાનેક્સ્ટ પહેલના ઉપક્રમે રજૂ કરવામાં આવેલી એન્જિનિયરિંગ અને ડિઝાઈન સ્પર્ધા બિલ્ડિંગ ફોર અ બિલિયન આ માન્યતતાનો જ દાખલો છે. આ ધ્યેયને નજર સમક્ષ રાખીને અમે દુનિયાને જોડાણ કરવા અને નિવારણો તૈયાર કરવા માટે ઉત્તમ અને હોશિયાર લોકોને એકત્ર લાવવા માટે ઈન્ડિયાનેક્સ્ટનો વિચાર વિકસાવ્યો છે. એન્ટ્રીઓની સંખ્યા અને ગુણવત્તા જોતાં સ્પર્ધાએ દુનિયાભરના એન્જિનિયરો અને આર્કિટેક્ટોમાં રસ જગાવ્યો હતો. આ વર્ષની થીમ ગ્રામીણ હોય કે શહેરી, આધુનિક સમાજમાં હાઉસિંગ એ સૌથી મોટા પડકારમાંથી એક છે એ અમારી ઈનસાઈટથી પ્રેરિત છે. અમે ઘર વસાવવા માટે દરેક ભારતીયનાં સપનાં સાકાર કરવા માટે તક તરીકે વિજેતા આઈડિયાઓ જોવા માટે ઉત્સુક છીએ. સ્પર્ધા આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ જગતની નામાંકિત જ્યુરી દ્વારા જજ કરવામાં આવવાની હોઈ અમને ખાતરી છે કે વિજેતા આઈડિયા દેખીતી રીતે જ પથદર્શક રહેશ.
ઈન્ડિયાનેક્સ્ટ ભારત માટે અનુકૂળ ઉત્તમ આઈડિયા લાવીને ઈકોસિસ્ટમમાં નવો પ્રાણ ફૂંકવામાં મદદરૂપ થવાનું અને પ્રેકટિસિંગ એન્જિનિયરો અને આર્કિટેક્ટો સહિત વિશ્વ કક્ષાના નિષ્ણાતોની સંપત્તિ એકત્રિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. વર્ષ 2018 માટેની થીમ બિલ્ડિંગ ફોર અ બિલિયન છે, જે પ્રયાસ ભારતમાં ઊભરતા એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં ગ્રાહકો જરૂરતો સાથોસાથ તેમની આકાંક્ષાઓને પણ પહોંચી વળવા પ્રયાસ કરશે. ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી પ્રધાન મંત્રી આવાસ યોજના (પીએમએવાય) થી પ્રેરિત બે અજોડ શ્રેણીઓ હાઉસિંગ ફોર ધ અર્બન પુઅર અને હાઉસિંગ ફોર ધ રુરલ પુઅર હેઠળ એન્ટ્રીઓ મગાવવામાં આવી હતી.
પ્રથમ આવૃત્તિની સફળતા પછી ઈન્ડિયાનેક્સ્ટે આ વર્ષે વૈશ્વિક સ્તરે આર્કિટેક્ટો અને એન્જિનિયરો પાસેથી 4250 નોંધણી આકર્ષી હતી. બીજા તબક્કામાં એવોર્ડ વિજેતા આર્કિટેક્ટ બી વી જોશી અને એન્જિનિયર મહેન્દ્ર રાજની આગેવાની હેઠળની નામાંકિત જ્યુરી દ્વારા એન્ટ્રીઓ જજ કરવામાં આવી હતી. પેનલમાં અર્બન પ્લાનર કન્ઝર્વેશન કન્સલ્ટન્ટના એકેડેમિશિયન આર્કિટેક્ટ પ્રો. એ જી કે મેનન, શિલ્પા આર્કિટેક્ટ્સનાં સ્થાપક અને મુખ્ય આર્કિટેક્ટ શીલા પ્રકાશ, સિવિલ એન્જિનિયર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર (આઈઆઈટી- બોમ્બે) અને સીએમડી ચેતના કન્સલ્ટન્ટ્સ, પીએચ.ડી (સ્ટ્રક્ચરલએન્જિ.) એમ. ટેક. (મરીન) બી.ઈ. (સિવિલ) અને એચડબ્લ્યુ આર્કિટેક્ટ્સ એકેડેમિશિયન હેડ અને ચીફ આર્કિટેક્ટ હિરાંતે વેલાંદે જેવી નામાંકિત હસ્તીઓનો સમાવેશ થતો હતો. પેનલ દ્વારા એન્ટ્રીઓ શોર્ટલિસ્ટ કરાઈ હતી અને 10 શ્રેષ્ઠની પસંદગી કરાઈ હતી.
- રાષ્ટ્રીય પ્રથમ ઈનામ વિજેતા એફએચડી કન્સલ્ટન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ- પ્રદીપજી. કેડલાયા (એન્જિનિયર), નાગેશબટુલા (આર્કિટેક્ટ) અને ધુરગાઈ કુમારન (આર્કિટેક્ટ). તેમણે ધ બોટમ- અપ એપ્રોચ પર તેમના આઈડિયા પ્રસ્તુત કર્યા હતા.
- રાષ્ટ્રીય દ્વિતીય ઈનામ વિજેતા સમીપ પડોરા એન્ડએસોસિયેટ્સ- રાજીવશાહ (એન્જિનિયર), સમીપ પડોરા (આર્કિટેક્ટ), જેમનો પ્રોજેક્ટ મેચ ધ ફોલોઈંગની થીમ પર આધારિત હતો.
જ્યુરીની પ્રશંસાનાં ઈનામ વિજેતાઓ:
- એન્ગેજિંગ સ્પેસીસમાંથી દિનેશ કે. એસ., આર્કિટેક્ટ ઈશા નાગપાલ અને આર્કિટેક્ટ સૈયર સરમદ.
- એમ એ આર્કિટેક્ટ્સમાંથી કૈલાશ સોલંકી, આર્કિટેક્ટ પુનીત દુઆ, આર્કિટેક્ટ રમીઝ રઝા.
- અનુપમા કુંડુ આર્કિટેક્ટ્સમાંથી સોનાલી ફડણીસ, એન્જિનિયર ડો. અર્ન ગોલ્ડેક, આર્કિટેક્ટ યશોદા જોશી, આર્કિટેક્ટ ડો. અનુપમા કુંડુ.
- આરસીઆર્કિટેક્ટ્સપ્રા. લિ.માંથીસમીરસાવંતઅનેઆર્કિટેક્ટરોહનચવાણ.
- કામથડિઝાઈનસ્ટુડિયોમાંથીવસંતકે, આર્કિટેક્ટરેવથીશેખરકામથ.
શૈક્ષણિક મોરચે રાષ્ટ્રીય પ્રથમ ઈનામ ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ટરની માનસી પિત્રોદા અને જયા હરિયાણીને મળ્યું હતું. તેમણે ઓપનિંગ અપ સ્પેસીસ પપર પ્રસ્તુતિકરણ કર્યું હતું. આ સાથે જ્યુરીની પ્રશંસા નિમ્નનિખિતને પણ મળી હતી:
- અધિયામાન કોલેજ ઓફ એન્જિનિયરિંગ, હોસર, તામિલનાડુ- કમાલબાશા, મધુમિતા, અક્ષયા અને લિયાન્ડર.
- જામિયા મિલિયા ઈસ્લામિયા, નવી દિલ્હી- અર્શમાહ, દેવાંશચૌહાણ, ફરહીન, મસરૂર, ફાતિમા, શારુખ અને આશર ખાન.
આ સંધ્યા માટે મુખ્ય વક્તાઓમાં હોંગ કોંગ સ્થિત આર્કિટેક્ટ અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ડિઝાઈન પ્રેક્ટિસ એજના સ્થાપક ગેરી ચાંગ હતા. શ્રી ચાંગે નાની જગ્યાઓ મોટો વિચાર માગી લે છે વિષય પર વક્તવ્ય આપ્યું હતું. મહેમાન વક્તા આર્કિટેક્ટ અને શિક્ષણશાસ્ત્રી એલેજેન્ડ્રો સોફિયાએ વેલ્યુ હાઉસિંગ પર વિચારો પ્રગટ કર્યા હતા. આ સંધ્યા સમયે સહભાગી પેનલ ચર્ચા પણ યોજાઈ હતી, જેમાં હાઉસિંગ ફોર અ બિલિયન- સ્ટ્રેટેજિક સોલ્યુશન્સ એન્ડ પોસિબિલિટીઝ વિષય પર નિષ્ણાતો તેમના અભિપ્રાય આપવા માટે એકત્ર આવ્યા હતા. પેનલનું સૂત્રસંચાલન પ્રો. એ જી કે મેનન- શિક્ષણશાસ્ત્રી, આર્કિટેક્ટ, અર્બન પ્લાનર એન્ડ કન્ઝર્વેશન કન્સલ્ટન્ટ હતા, જેમાં બ્રિકઈગલ ખાતે સીઈઓ રાજેશ કૃષ્ણન, સ્ટર્લિંગ એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી સર્વિસીસ પ્રા. લિ. ખાતે ડાયરેક્ટર ગિરીશ દ્રવિડ, શિલ્પા આર્કિટેક્ટ્સનાં સ્થાપક અને ચીફ આર્કિટેક્ટ શ્રીલા પ્રકાશ, ગેરીચાંગ અને એલેજેન્ડ્રો સોફિયાનો સમાવેશ થતો હતો.