ચેન્નઈ : ભારતની અગ્રણી મેન્સવેર બ્રાન્ડ ઈન્ડિયન ટેરેઈને પ્રખ્યાત ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ કર્યો છે. બ્રાન્ડના નવા ચહેરા તરીકે ક્રિકેટરને રજૂ કરીને કંપનીએ પરફેક્શન અને ઉત્કૃષ્ટતાને અનુસરવા માટેના તેના અવિરત જૂસાસ પર ભાર મૂક્યો છે, જે બ્રાન્ડ અને પ્રખ્યાત ક્રિકેટરની સમાન લાક્ષણિક્તાઓ રજૂ કરે છે.
આ પ્રસંગે વાત કરતાં ઈન્ડિયન ટેરેઈન ફેશન્સ લિમિટેડના સ્થાપક ચેરમેન શ્રી વેન્કી રાજગોપાલે જણાવ્યું હતું કે, ‘અમને મહેન્દ્રસિંહ ધોનીને ઈન્ડિયન ટેરેઈન પરિવારમાં આવકારતાં ખૂબ જ આનંદ થાય છે. ‘સ્પિરિટ ઓફ મેન’ના લોગો દ્વારા રજૂ કરાયેલીઅમારી બ્રાન્ડ અને અમારું માનવું છે કે મહેન્દ્રસિંહ ધોની ખરા અર્થમાં અમારી બ્રાન્ડની લાક્ષણિક્તાઓને પ્રતિબિંબિત કરે છે. તેમની પ્રેરક હાજરી, વ્યૂહાત્મક વૈચારિક ક્ષમતા, શાંત ધીરજપૂર્ણ સ્વભાવ તેમજ ઓન અને ઓફ ક્રિકેટ ફિલ્ડ પર પાવર પેક્ડ પરફોર્મન્સ તેમને આજના અમારા ગ્રાહકો અને યુવાનો માટે અમારી બ્રાન્ડનું પ્રતિનિધિત્વ માટે આદર્શ બનાવે છે. સમગ્ર દેશમાં તેમની લોકપ્રિયતા બ્રાન્ડને આગામી સ્તર પર લઈ જવામાં મદદરૂપ થશે.’
ઈન્ડિયન ટેરેઈન ફેશન્સ લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડર મહેન્દ્રસિંહ ધોનીએ જણાવ્યું હતું કે, ‘ઈન્ડિયન ટેરેઈનનો બ્રાન્ડ એમ્બેસેડર બનતાં હું ખૂબ જ આનંદ અનુભવું છું. એ બાબત જાણિતિ છે કે મદ્રાસ અને તેના લોકોએ વર્ષોથી મને જે પ્રેમ આપ્યો છે અને મને સ્વીકાર્યો છે તે બદલ તેઓ મારા જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. ઈન્ડિયન ટેરેઈન જેવી મદ્રાસમાં સ્થપાયેલી બ્રાન્ડ સાથે જોડાવું સ્વાભાવિક અને આકર્ષક લાગ્યું છે. આ બ્રાન્ડ મારી ઓફ-ધ-ફિલ્ડ સ્ટાઈલના પ્રતિબિંબ સમાન છે. બ્રાન્ડ સાથે અસાધારણ ઈનિંગ્સ તરફ મારી નજર છે.’
ઈન્ડિયન ટેરેઈને ઓફિસના કામકાજ માટેના કેઝ્યુઅલ કપડાં અને રમત માટેના ટ્રેન્ડી કપડાં વચ્ચે કોઈપણ વિશેષ પ્રયાસ વિના સરળતાથી સંતુલન સાધતા યુવાન ગ્રાહકોને લક્ષ્ય બનાવ્યા છે. ઈન્ડિયન ટેરેઈનની વર્તમાન બ્રાન્ડ ફિલસૂફી ‘મેક્સ યુ ફીલ ગૂડ’ મહેન્દ્રસિંહ ધોની સાથે તાલમેલ બેસાડે છે, જેણે અનેક પ્રસંગો પર ઓન અને ઓફ ફિલ્ડ તેના ચાહકોને પ્રેરણા આપી છે.
ઈન્ડિયન ટેરેઈન ફેશન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચરથ નરસિંહને જણાવવ્યું કે, ‘ઈન્ડિયન ટેરેઈને મહેન્દ્રસિંહ ધોની જેવો એકદમ પરફેક્ટ બ્રાન્ડ એમ્બેસેડર શોધી કાઢ્યો છે. તેની કૂલ પર્સનાલિટી અને અદભૂત ઊર્જા સાથે તેની યુનિવર્સલ અપીલ વધુ ને વધુ દૃશ્યતા સાથે યુવાન ગ્રાહકોમાંબ્રાન્ડના પ્રસારમાં મદદ કરશે. આ જોડાણ બ્રાન્ડને સાઉધર્ન બજારોમાં તેની ટોચની સ્થિતિને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે અને ઉત્તર તેમજ પૂર્વના બજારોમાં ઝડપી વિસ્તરણમાં મદદ કરશે. આ નવી શરૂઆત સાથે ટેરેઈન જીન્સ હેઠળ અમારી ઓફર્સને વધુ વર્ગીકૃત કરવા અને યુવાન ભારતીયો માટે એક અજોડ કલેક્શન તૈયાર કરવા તરફ અમારી નજર છે.’
આ પ્રસંગે વાત કરતાં આરકા સ્પોટ્ર્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મિહિર દિવાકરે જણાવ્યું હતું કે, ‘એક સ્પોટ્ર્સ અને પ્લેયર મેનેજમેન્ટ કંપની તરીકે અમે હંમેશા અમારા ખેલાડીઓ માટે સમાન લાક્ષણિક્તા ધરાવતા જોડાણો તરફ નજર દોડાવીએ છીએ. મહેન્દ્રસિંહ ધોની અને ઈન્ડિયન ટેરેઈન વચ્ચે એક સ્વાભાવિક જોડાણ છે અને આ વિશિષ્ટ જોડાણનો અમને આનંદ છે અને વિશ્વાસ છે કે તે પારસ્પરિક રીતે લાભદાયક રહેશે.