કોલકત્તા : કોલકત્તાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે આવતીકાલથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટ્વેન્ટી મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. જે પૈકીની પ્રથમ મેચ આવતીકાલે કોલકત્તા ખાતે રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતે રોહિત શર્માના નેતૃત્વમાં હવે આ શ્રેણી પર પણ કબજા જમાવવા માટે તૈયારી કરી લીધી છે. ભારતના ટ્વેન્ટી-૨૦માં રેકોર્ડ નીચે મુજબ છે.
હાઈએસ્ટ ઇનિંગ્સ ટોટલ
- ૨૨મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે શ્રીલંકા સામે પાંચ વિકેટે ૨૬૦ રન કર્યા
- ૨૭મી ઓગષ્ટ ૨૦૧૬ના દિવસે વેસ્ટ ઇન્ડિઝ સામે ચાર વિકેટે ૨૪૪ રન કર્યા
- ૧૯મી સપ્ટેમ્બર ૨૦૦૭ના દિવસે ઇંગ્લેન્ડ સામે ચાર વિકેટે ૨૧૮ રન કર્યા
- ૨૯મી જુન ૨૦૧૮ના દિવસે આયરલેન્ડ સામે ચાર વિકેટે ૨૧૩ રન કર્યા
- ૧૨મી ડિસેમ્બર ૨૦૦૯ના દિવસે મોહાલીમાં શ્રીલંકા સામે ચાર વિકેટે ૨૧૧ રન કર્યાર્
લોએસ્ટ ઈનિંગ્સ ટોટલ
- પહેલ ફેબ્રુઆરી ૨૦૦૮ના દિવસે મેલબોર્નમાં ઓસ્ટ્રેલયા સામે ૭૪ રન
- ૧૫મી માર્ચ ૨૦૧૬ના દિવસે નાગપુરમાં ન્યુઝીલેન્ડ સામે ૭૯ રન
- પાંચમી ઓક્ટોબર ૨૦૧૫ના દિવસે કટકમાં આફ્રિકા સામે ૯૨ રન
- નવમી ફેબ્રુઆરી ૨૦૧૬ના દિવસે પુણેમાં શ્રીલંકા સામે ૧૦૧ રન
- ૧૬મી જુન ૨૦૦૯ના દિવસે નોગિગ્હામમાં આફ્રિકા સામે ૧૧૮ રન
સૌથી વધારે કેરિયર રન
- વિરાટ કોહલીએ ૬૨ મેચમાં ૨૧૦૨ રન કર્યા છે
- રોહિત શર્માએ ૮૪ મેચમાં ૨૦૮૬ રન કર્યા છે
- સુરેશ રેનાએ ૭૮ મેચોમાં ૧૬૦૫ રન કર્યા છે
- એમએસ ધોનીએ ૯૩ મેચમાં ૧૪૮૭ રન કર્યા છે
- યુવરાજ સિંહે ૫૮ મેચમાં ૧૧૭૭ રન કર્યા છે
હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર
- રોહિત શર્માએ ૨૦૧૭માં ઇન્દોરમાં શ્રીલંકા સામે ૧૧૮ રન કર્યા હતા
- રાહુલે વર્ષ ૨૦૧૬માં વેસ્ટ ઇન્ડિઝ સામે ૧૧૦ રન કર્યા હતા
- રોહિત શર્માએ વર્ષ ૨૦૧૫માં ધર્મશાળા ખાતે આફ્રિકા સામે ૧૦૬ રન કર્યા હતા
- રાહુલે વર્ષ ૨૦૧૮માં માન્ચેસ્ટર ખાતે ઇંગ્લેન્ડ સામે ૧૦૧ રન કર્યા હતા
- સુરેશ રૈનાએ વર્ષ ૨૦૧૦માં સેન્ટ લુસિયા ખાતે આફ્રિકા સામે ૧૦૧ રન કર્યા હતા
મેચમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ
- પહેલી ફેબ્રુઆરી ૨૦૧૭માં બેંગલોરમાં ચહેલે ૨૫ રનમાં છ વિકેટે ઝડપી
- ૧૮મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે જાહાનીસબર્ગમાં આફ્રિકા સામે ભુવનેશ્વરે ૨૪ રનમાં પાંચ વિકેટો ઝડપી હતી
- ત્રીજી જુલાઇ ૨૦૧૮ના દિવસે માન્ચેસ્ટર ખાતે ઇંગ્લેન્ડ સામે કુલદીપે ૨૪ રનમાં પાંચ વિકેટ ઝડપી લીધી હતી
- ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૬ના દિવસે વિશાખાપટ્ટનમ ખાતે શ્રીલંકા સામે અશ્વિને આઠ રનમાં ચાર વિકેટ ઝડપી લધી હતી
મોસ્ટ કેરિયર વિકેટ
- અશ્વિને ૪૬ ઇનિગ્સમાં ૫૨ વિકેટો ઝડપી છે
- જશપ્રીત બુમરાહે ૩૫ ઇનિગ્સમાં ૪૩ વિકેટો ઝડપી છે
- યુજવેન્દ્ર ચહેલે ૨૬ ઇનિગ્સમાં ૪૨ વિકેટો ઝડપી છે
- આશીશ નહેરા ૨૭ ઇનિગ્સમાં ૩૪ વિકેટો ઝડપી છે
- હાર્દિક પડંયાએ ૩૪ ઇનિગ્સમાં ૩૩ વિકેટો ઝડપી લીધી છે