સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીએ જાેરદાર ગતિ સાથે શરૂઆત કરી છે. ઓપનિંગ સમયે સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકાના ઉછાળા સાથે ૫૪,૪૫૯ પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી ૨૫ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકાના વધારા બાદ ૧૬,૩૧૬ પર ખુલ્યો હતો. બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ નિફ્ટીમાં વધુ ઉછાળો જાેવા મળ્યો હતો. પરંતુ પછી બજાર લાલ નિશાનમાં આવી ગયું.

હવે બજાર મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે, ક્યારેક લીલામાં તો ક્યારેક લાલ નિશાનમાં. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૯ લીલા નિશાનમાં અને ૧૧ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આજે નિફ્ટીના ૫૦માંથી ૩૩ શેરો વધારા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે ૧૭ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બજારમાં બેન્કિંગ, ઓટો, ફાર્મા સેક્ટરના શેરમાં વધારો જાેવા મળી રહ્યો છે, જ્યારે મેટલ્સ, એનર્જી, મીડિયા અને એફએમસીજી સેક્ટરના શેરમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે.

આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ જાેવા મળી રહ્યું છે. જ્યારે સ્ટોક ફ્યુચર્સમાં તેજી જાેવા મળી રહી છે. ડાઉ ફ્યુચર્સ ૨૨૪ પોઈન્ટ ઉપર છે, જ્યારે S&P ૫૦૦ ફ્યુચર્સ ૦.૯ ટકા અને નાસ્ડેક ૧૦૦ ફ્યુચર્સ ૧.૧૧ ટકા ઉપર છે. શુક્રવારે અમેરિકાના બજારોમાં પણ મિશ્ર વલણ જાેવા મળ્યું છે. શુક્રવારે ડાઉ જાેન્સ ૩૪ અંક ઘટીને ૩૧,૨૬૧.૯૦ ના સ્તર પર બંધ થયો હતો.

નાસ્ડેક ૩૪ પોઈન્ટ ઘટીને ૧૧,૩૫૪.૬૨ પર બંધ થયો હતો. જ્યારે S&P ૫૦૦ ઇન્ડેક્સ ૦.૦૧ ટકા ઘટીને ૩,૯૦૧.૩૬ પર બંધ થયો હતો. એશિયન બજારોની વાત કરીએ તો એસજીએક્સ નિફ્ટીમાં ૦.૦૭ ટકા અને નિક્કી ૨૨૫માં ૦.૫૦ ટકાની નબળાઈ છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં ૦.૨૨ ટકા અને હેંગસેંગમાં ૧.૫૧ ટકાનો ઘટાડો જાેવા મળી રહ્યો છે. શાંઘાઈ કમ્પોઝિટ ૦.૪૭ ટકા નીચે છે.

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઈ છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૫ પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો.

Share This Article