ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ ઓમસ્પેસને $3 મિલિયનનું ફંડિંગ મળ્યું, હવે સ્વદેશી સ્મોલ સેટેલાઇટ લોન્ચ વાહનના નિર્માણને મળશે નવી ઊંચાઈ

Rudra
By Rudra 3 Min Read

અમદાવાદ: ઓમસ્પેસ રૉકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઈવેટ લિમિટેડ, ભારતીય સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ છે, જે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદના ટેક્નોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર CrAdLE સેન્ટર ફોર એડવાન્સિંગ એન્ડ લોન્ચિંગ એન્ટરપ્રાઇઝિસ) માં ઇન્ક્યુબેટેડ છે. જેને તાજેતરમાં 3 મિલિયન ડોલરનું પ્રિ-સીડ ફંડિંગ મળ્યું છે. આ રોકાણ એક ફેમિલી ઓફિસ અને એન્જેલ ઈન્વેસ્ટર દ્વારા કરવામાં આવ્યું છે, જે ઓમસ્પેસની સફરમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થયો છે. કંપની એક સ્વદેશી, મોડ્યુલર લોન્ચ વ્હીકલ ઇન્ફિનિટી વન વિકસાવી રહી છે, જે લો અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઇટ મિશન માટે તૈયાર કરવામાં આવી છે.

2020 માં એન્જિનિયરો અને ઇનોવેટર્સની સમર્પિત ટીમ ડો. રવિન્દ્ર રાજ બિનોદ મિસ્ત્રી, શ્રી મૌલિક મોટા અને સુશ્રી સ્તુતિકા પદમશાલી દ્વારા ઓમસ્પેસની સ્થાપના કરવામાં આવી હતી. કંપનીની મુખ્ય ઓફિસ અમદાવાદમાં છે અને તેની આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિ દુબઇ અને યુએઈમાં પણ છે. કંપનીનું મુખ્ય ઇનોવેશન ઇન્ફિનિટી વન, આશરે 350 કિલો પેલોડને 800 કિ.મી. ઉંચાઈની ક્ષમતા સુધી પહોંચવાનું લક્ષ્ય રાખે છે. ઇંધણ કાર્યક્ષમતા અને ખર્ચ-અસરકારકતા પર ભાર મૂકતા, આ લોન્ચ સિસ્ટમ ભારતના વિકસતા સ્પેસ-ટેક ક્ષેત્ર માટે વિશ્વસનીય લોન્ચ સોલ્યુશન પૂરું પાડવાનો પ્રયાસ કરે છે.

આ નવી ફંડિંગનો ઉપયોગ કરવામાં આવશે:

* ઇન્ફિનિટી વનનું પ્રોટોટાઇપ આખરીરૂપ આપવું અને પરીક્ષણ લોન્ચ શરૂ કરવું
* ઓમસ્પેસની સંશોધન અને વિકાસ ટીમનું વિસ્તરણ અને નિષ્ણાત પ્રતિભાઓની ભરતી
* કંપનીનું મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રાઉન્ડ સિસ્ટમ મજબૂત કરવું

CrAdLE, જે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ) નો ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર છે, જે વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને ડીપ-ટેક અને ઇનોવેશન આધારિત સ્ટાર્ટઅપ્સને આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સમર્થિત CrAdLE એ ઓમસ્પેસને ટેક્નિકલ વેલિડેશન, વ્યૂહાત્મક માર્ગદર્શન અને બિઝનેસ પ્લાનિંગમાં દિશા બતાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના પરિણામે હવે ઓમસ્પેસ ઇન્ફિનિટી વનના વિકાસ અને પરીક્ષણના કામને ઝડપી ગતિથી આગળ વધારી રહ્યું છે.

ડૉ. મિસ્ત્રી, સહસંસ્થાપક, ઓમસ્પેસ રૉકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રા. લિ. એ જણાવ્યું હતું કે: "આ ફંડિંગ અમારા મિશન માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જેના ઉદેશ્ય ભારતથી અંતરિક્ષ સુધીની પહોંચને સરળ બનાવવું છે. અમે CrAdLE અને ઇડીઆઈઆઈના ખૂબ આભારી છીએ જેને અમારા વિઝન પર વિશ્વાસ કર્યો અને સંસાધનો, માર્ગદર્શન અને અનુકૂળ વાતાવરણ દ્વારા અમને સાહસિક પગલાં લેવા સક્ષમ બનાવ્યા."

ડૉ. સત્યા રંજન આચાર્ય, ડિરેક્ટર, CrAdLE, ઇડીઆઈઆઈએ જણાવ્યું કે: "CrAdLE (સેન્ટર ફોર એડવાન્સિંગ એન્ડ લોન્ચિંગ એન્ટરપ્રાઇઝિસ) માં, અમને એવા વેન્ચર્સને ટેકો આપવાનું ગૌરવ છે જેમ કે ઓમસ્પેસ રૉકેટ એન્ડ એક્સપ્લોરેશન, જે ટેકનોલોજીની હદોને આગળ ધપાવી રહ્યા છે અને ભારતને વૈશ્વિક સ્પેસ-ટેક નકશા પર પ્રતિષ્ઠિત બનાવી રહ્યા છે. તેમની સફર એ સાબિત કરે છે કે સ્વદેશી ઇનોવેશન યોગ્ય ઇકોસિસ્ટમના સહયોગથી કેવી રીતે આગળ વધી શકે છે." જેમ જેમ ભારત ખાનગી ક્ષેત્રના સહયોગથી પોતાના સ્પેસ-ટેક ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યું છે, ઓમસ્પેસ જેવા સ્ટાર્ટઅપ્સ સ્વદેશી, સ્કેલેબલ અને કિફાયતી અંતરિક્ષ ઉકેલો તૈયાર કરવામાં મુખ્ય ફાળો આપનારા તરીકે ઉભરી રહ્યા છે.
આજ સુધી CrAdLE એ 135 સ્ટાર્ટઅપ્સને ટેકો આપ્યો છે અને ચાર મુખ્ય ક્ષેત્રોમાં ટેકનોલોજી અને નોલેજ આધારિત ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપ્યું છે: મેન્યુફેક્ચરિંગ, ફૂડ પ્રોસેસિંગ, નવીકરણીય ઊર્જા અને હેલ્થકેર.

Share This Article