ભારતીય રેલ અને મહિલા યાત્રીયો માટે ૫ મે ખુશીનો દિવસ છે. આવતી કાલે ચર્ચગેટ અને બોરીવલીની વચ્ચે ૫ મે, ૧૯૯૨માં દોડાવાયેલી પ્રથમ મહિલા સ્પેશિયલ રેલગાડીની પરિચાલનની ૨૬મી વર્ષગાંઠ છે. ૫ મે, ૧૯૯૨ના રોજ ચર્ચગેટ અને બોરીવલી વચ્ચે વિશ્વની પહેલી મહિલા સ્પેશ્યિલ રેલગાડી દોડાવવામાં આવી હતી. ભારતીય રેલ દ્વારા પૂર્ણ રીતે મહિલાઓ માટે સમર્પિત આ ટ્રેન એક માઇલસ્ટેન છે. શરૂઆતમાં તેનુ પરિચાલન પશ્ચિમ રેલવેના ચર્ચગેટ અને બોરીવલી વચ્ચે થયું હતુ અને ૧૯૯૩માં તેનો વિસ્તાર કરી વીરાર સુધી ચલાવવાનું શરૂ કર્યું.
મહિલા સ્પેશ્યિલ ટ્રેન મહિલાઓ માટે વરદાન સાબિત થઇ, કારણ કે પહેલા તેમણે નિયમિત રેલગાડીયોમાં મહિલા કમ્પાર્ટમેંટમાં પ્રવેશ માટે સંધર્ષ કરવો પડતો હતો. આ ટ્રેનને પૂર્ણ રીતે સમર્પિત કરવાનો ઉદ્દેશ હતો કે મહિલાઓ આરામથી યાત્રા કરી શકે. અતિ વ્યસ્ત ઉપનગરીય લાઇનો પર સફળતાપૂર્વક ૨૬ વર્ષોથી ચાલી રહેલી મહિલા સ્પેશ્યિલ ટ્રેનને મહિલા યાત્રી વરદાન માને છે.
ત્યારથી મહિલા યાત્રીયોમાં સુરક્ષા પ્રદાન કરવા માટે ભારતીય રેલવે દ્વારા અનેક નવીન ઉપાય કરવામાં આવ્યા. અનેક મહિલા કોચમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે ગયા વર્ષે નવા સુરક્ષા ઉપાયના રૂપમાં ટોક બેક પ્રણાલી શરૂ કરી છે. આ પ્રણાલીમાં કટોકટીની સ્થિતિમાં યુનિટમાં સ્થાપિત બટનને દબાવી કોઇપણ મહિલા યાત્રીયો ટ્રેનના દાર્ડ સાથે પારસ્પરિક સંવાદ કરે છે. આ મહિલા યાત્રીયો માટે સુરક્ષા અને તબીબીની કટોકટીની સ્થિતિમાં પણ લાભકારી છે.