નવી દિલ્હી : પ્રાઇવેટ ઓપરેટરો પસંદગીના રુટ ઉપર પેસેન્જર ટ્રેનો, રાજધાની અને શતાબ્દી ટ્રેનો દોડાવવાની યોજના બનાવી રહ્યા છે. ૨૦૧૮માં જારી કરવામાં આવેલી ન્યુ ઇન્ડિયા માટેની વ્યૂહરચનામાં નીતિ આયોગે રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ તથા ટ્રેનોની Âસ્થતિ વધુ અસરકારક બનાવવાના હેતુસર ખાનગી ભાગીદારી માલિકી માટે તરફેણ કરી હતી. આનો મતલબ એ થયો કે, ખાનગી ઓપરેટરો પણ પસંદગીના રુટ ઉપર રાજધાની અને શતાબ્દી તથા પેસેન્જર ટ્રેનો દોડાવી શકે છે.
રેલવે પ્રાઇવેટ કંપનીઓ પાસેથી વધુ પ્રમાણમાં મૂડીરોકાણ મેળવવાની યોજના ધરાવે છે. આજ કારણસર તેમને ટ્યુરિસ્ટ રુટ ઉપર અને લો કન્ઝેશન પર પેસેન્જર ટ્રેનો ઓપરેટ કરવાની મંજુરી આપવામાં આવી શકે છે. સુત્રોના કહેવા મુજબ નેશનલ ટ્રાન્સપોર્ટર રાજધાની અને શતાબ્દી સહિત પ્રિમિયમ ટ્રેનોમાં સુધારા કરવાની તથા આ ટ્રેનો દોડાવવાની યોજના ધરાવે છે. આના માટે ટેન્ડરો ચાર મહિનાની અંદર આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે.
પ્રાયોગિક આધાર પર બે ટ્રેનો ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટ્યુરિઝમ કોર્પોરેશનને ફાળવવામાં આવી શકે છે. મોટા શહેરોને જાડતા અથવા તો ટ્યુરિસ્ટ સ્થળોને આવરી લઇને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટ્યુરિઝમ કોર્પોરેશનને બે ટ્રેનોની ફાળવણી કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અન્ય કેટલાક વિકલ્પો ઉપર પણ ચર્ચા ચાલી રહી છે. ૨૦૧૮માં જારી કરવામાં આવેલી ન્યુ ઇન્ડિયા માટેની તેની વ્યૂહરચનામાં નીતિ આયોગે આ સેક્ટરમાં વધુ ખાનગી ભાગીદારી માટે તરફેણ કરી હતી. આયોજનના ભાગરુપે રેલવે પાસે જુદા જુદા સૂચનો આવી રહ્યા છે.