અમદાવાદથી બે ગણપતી ખાસ ટ્રેન દોડાવવા તૈયારી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : ગણેશ ઉત્સવ દરમિયાન વધારાની ભીડને અંકુશમાં લેવા  અને ધસારાને પહોંચી વળવાના હેતુસર પશ્વિમ રેલ્વે અમદાવાદથી સાવંતવાડી તથા થીવીમ માટે બે ગણપતિ વિશેષ ટ્રેનો ચલાવવા માટે ઈચ્છુક છે. આના માટેની યોજના તૈયાર કરી લેવામાં આવી છે. અમદાવાદ અને સાવંતવાડી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન સાપ્તાહિક રીતે દોડાવવામાં આવશે. આમા વિશેષ ભાડા રાખવામાં આવશે. આવી જ રીતે અમદાવાદ-સાવંતવાડી સાપ્તાહિક વિશેષ ટ્રેન અમદાવાદથી મંગળવારે રવાના થશે અને એ દિવસે સાંજે ૪.૫૦ વાગ્યા વશેઈ રોડ પહોંચશે. આગલા દિવસે ૫.૩૦ વાગે સાવંતવાડી પહોંચશે.

આ ટ્રેનને અમદાવાદથી મંગળવારે સવારે ૯.૪૦ વાગે રવાના કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. વાપસી ટ્રેનની વ્યવસ્થા પણ આ જ રીતે રહેશે. આ ટ્રેનમાં સુરત, વાપી, વસઈ, પનવેલ, ખેડ, રાજાપુર રોડ જેવા સ્ટેશનો આવશે. બીજી બાજુ રેલવે વહીવંટી તંત્ર દ્વારા અમદાવાદ-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. વિશેષ ટ્રેનની આઠ ફિકવન્સી રહેશે. અમદાવાદ એમજીઆર ટ્રેન અમદાવાદથી દર સોમવારે ૯.૪૦ વાગે રવાના થશે.

આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, બોઈસર, કલ્યાણ, લોનાવાડા, પૂર્ણે, સોલાપુર, રાયચુર, ગુંટકલ, ગુટી, કોડુરુ, અરાકોણમ સ્ટેશન પર રોકાશે. આ ટ્રેન પેરામ્બુર સ્ટેશન પર પણ રોકાશે. બુંકિંગની શરૂઆત થઈ ચુકી છે. આ ટ્રેન ચેન્નઈ જતા લોકોને પણ રાહત આપશે. સાથે સાથે સ્ટેશન વચ્ચેના જે આવે છે તે જગ્યાએ જતા લોકોને પણ વધારે વિકલ્પ મળી શકશે.

 

Share This Article