આઈઓસી કામ કરવાના શ્રેષ્ઠ સ્થળ પસંદગી પામ્યુ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : ઈન્ડિયન ઓઈલને કામ કરવાના શ્રેષ્ઠ સ્થળ તરીકે વર્ષ ૨૦૧૯ માટે ફરી વાર પસંદ કરવામાં આવી છે. ગ્રેટ પ્લેસ ટુ વર્ક (જીપીડબલ્યુ) ઈન્સ્ટીટયુટ દ્વારા ધ ઈકોનોમિક ટાઈમ્સ સાથેના સહયોગમાં દર વર્ષે આ સર્વે કરવામાં આવે છે. ઈન્ડિયન ઓઈલનો ૨૯મો ક્રમાંક આ સર્વેક્ષણમાં આવ્યો હતો. ખૂબ જ નોંધનીય અને પ્રતિષ્ઠિત એવા આ વૈશ્વિક સર્વેમાં ઇન્ડિયને ઓઇલને ફરી એકવાર કામ કરવાના શ્રેષ્ઠ સ્થળ તરીકેના મહત્તમ વોટ પ્રાપ્ત થયા હતા.

ઇન્ડિયન ઓઇલ માટે આ બહુ મહત્વની અને નોંધનીય સિધ્ધિ કહી શકાય. ગ્રેટ પ્લેસ ટુ વર્ક સાઈટેશનમાં જણાવાયું છે કે ઈન્ડિયન ઓઈલ લોકોમાં વિશ્વાસ જગાવે છે, તેમને ગૌરવ અપાવે છે અને કાર્ય કરવા માટેનું શ્રેષ્ઠ વાતાવરણ રચે છે. ઈન્ડિયન ઓઈલના ડાયરેકટર (માર્કેટીંગ) શ્રી ગુરુમિતસિંગે ઈન્ડિયન ઓઈલ પરિવાર વતી આ સન્માન સ્વીકાર્યુ હતું.

ગ્રેટ પ્લેસ ટુ વર્ક(જીપીડબલ્યુ) ઇન્સ્ટટયુટ દ્વારા ઇકોનોમીક ટાઇમ્સ(ઇન્ડિયા)ના સહયોગમાં વિશ્વિના ૫૮ દેશોમાં દસ હજારથી વધુ ઓર્ગેનાઇઝેશન્સમાં વાર્ષિક સર્વે હાથ ધરીને આ કવાયત હાથ ધરે છે. આ કવાયતમાં પ્રત્યેક ઓર્ગેનાઇઝેશને મૂલ્યાંકના  નિયત ધારાધોરણોમાં પસાર થવુ પડે છે અને ત્યારબાદ તેને આ વોટ પ્રાપ્ય બનતા હોય છે.

Share This Article