કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રીમતિ નિર્મલા સીતારમણ ૮ અને ૯ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ભારતીય નૌસેનાનું વ્યૂહાત્મક અને નૌસૈનિક પ્રદર્શન નિહાળશે. આ કાર્યક્રમમાં ભારતની પશ્ચિમી સમુદ્રી સીમા પર વિમાનવાહક યુદ્ધજહાજ આઈએનએસ વિક્રમાદિત્ય સહિત દસ યુદ્ધજહાજ, એક સબમરીન તથા વિભિન્ન પ્રકારના નૌસૈનિક લડાકૂ વિમાન પોતાની યુદ્ધ ક્ષમતાઓ અને યુદ્ધની પરિસ્થિતિ અનુરૂપ તૈયારી પ્રદર્શન કરશે.