લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવી ચુક્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ દ્વારા જે રીતે ઐતિહાસિક જીત હાંસલ કરવામાં આવી છે તેને જોતા કોંગ્રેસની સ્થિતી ચિંતાજનક દેખાઇ રહી છે. કોંગ્રેસની સ્થિતી આવનાર સમયમાં વધારે ખરાબ થઇ શકે છે તેમ પણ કેટલાક લોકો કહી રહ્યા છે. દેશમાં હાલમાં યોજાયેલી ચૂંટણીમાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહે સંયુક્ત રીતે ભાજપને રેકોર્ડ સફળતા અપાવી છે તે જોતા તમામ પાર્ટી માટે ચિંતાજનક સ્થિતી છે. મોદી અને શાહે જે રીતે સફળતાના નવા માપદંડ ઉભા કર્યા છે તે જાતા આવનાર સમયમાં ભાજપની રણનિતીને સમજી શકાય છે. ભાજપની રણનિતીને સમજનાર લોકો માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સામે રાષ્ટ્રીય સ્તર પર ટક્કર લઇ શકે તેવી એકમાત્ર પાર્ટી કોંગ્રેસને ખુબ નબળી સ્થિતીમાં મુકી દીધી છે.
કોંગ્રેસ હવે ભારતીય જનતા પાર્ટીની સામે ટક્કર પણ ન લઇ શકે તે દિશામાં આગળ વધી રહી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પર સંકટના વાદળો ઘેરાઇ રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાને સમજી લેવા માટે કોંગ્રેસને ગંભીર આત્મમંથન કરવાની જરૂર છે. સાથે સાથે તેમની કમીઓને દુર કરવા માટે ઇમાનદારી સાથે કામ કરવાની જરૂર દેખાઇ રહી છે. જો આવુ નહીં કરવામાં આવે તો હવે પહેલાથી જ નબળી થઇ ગયેલી પાર્ટી કોંગ્રેસ માટે આગામી સમય જોખમી રહી શકે છે. પાર્ટીના અસ્તિત્વ સામે પણ સંકટ આવી શકે છે. કોંગ્રેસને કેટલાક મુદ્દા પર પોતાની રણનિતી બદલી દેવાની જરૂર છે. આ બાબત તો તમામ લોકો સારી રીતે જાણે છે કે જો રાષ્ટ્રીય સ્તર પર ભારતીય જનતા પાર્ટીને કોઇ ટક્કર આપી શકે છે તો તે કોંગ્રેસ છે. તેની પાસે પણ રાષ્ટ્રીય સ્તર પર કોઇને કોઇ સ્તર પર સંગઠન છે. કાર્યકરો પણ દેશમાં છે. જે ભારતીય જનતા પાર્ટીના સુસંગઠિત મોરચાની સામે ટકતા તો નથી પરંતુ જા જરૂર પડે તો એક વિકલ્પ તરીકે રહી શકે છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે કોંગ્રેસે લડવા અને સંઘર્ષ કરવાની ઇચ્છાશક્તિ ગુમાવી છે તે જાતા લાગે છે કે આવનાર સમયમાં કોંગ્રેસની હાલત વધારે ખરાબ થઇ શકે છે.
મોદી અને શાહની જાડી સારી રીતે જાણે છે કે આવનાર સમયમાં જા ભારતીય જનતા પાર્ટી માટે કોઇ પડકાર છે તો તે કોંગ્રેસ છે. જેથી રણનિતીના ભાગરૂપે કોંગ્રેસના નૈતિક જુસ્સાને ખતમ કરવામાં લાગેલા છે. આનો લાભ પણ ભારતીય જનતા પાર્ટીને થઇ રહ્યો છે. આ ચૂંટણીમાં ગંભીરતા સાથે જોવામાં આવે તો ભાજપે પૂર્ણધ્યાન એવા મોટ નેતાની સીટ પર કેન્દ્રિત કર્યુ છે જે ભવિષ્યમાં તેમની સીટો માટે ખતરા બની શકે છે. જે સીટો પર કોંગ્રેસને હાર આપીને તેને માનસિક રીતે નુકસાન કરી શકાય છે તેવી સીટ પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. આ કડીમાં રાહુલ ગાંઘી, જ્યોતિરાદિત્ય, મિલિન્દ દેવડા, જિતિન પ્રસાદ, દિપેન્દ્ર હુડાનો સમાવેશ થાય છે. આ સીટો પર કોંગ્રેસને મોટો ફટકો આપી દેવામાં આવ્યો છે. જે યુવા હોવાની સાથે સંસદ અને રાજમાર્ગ પર અસર છોડી શકે તેવા નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જાતિય સમીકરણને તોડવા માટે પણ નિતી તૈયાર કરવામાં આવી છે. આવા તમામ સ્થાનો પર પાર્ટીના કાર્યકરોને વધારે મજબુત કરી દેવામાં આવ્યા છે.
જેથી વોટના પરિણામ પણ બદલાઇ ગયા છે. જાણકાર લોકો નક્કર પણે માને છે કે જા કોંગ્રેસ આવનાર સમયમાં પોતાની બચી ગયેલી જમીનને જાળવવા માટે ઇચ્છુક છે તો સૌથી પહેલા આગામી વિધાનસભાની અવધિને ધ્યાનમાં લઇને તૈયારી કરી લેવી પડશે. જુદા જુદા રાજ્યોમાં સંગઠનમાં ધરખમ ફેરફારો કરવા પડશે. કારણ કે જનતાના મુદ્દા પર સંઘર્ષ કર્યા વગર રાજનીતિ કરનાર નેતાઓના દિવસો હવે પૂર્ણ થઇ ગયા છે. આ સંકટને ટાળવા માટે કોંગ્રેસને હવે હમેંશા આક્રમક રહેવાના બદલે મુદ્દા પર આધારિત રાજનીતિ મુજબ કામ કરવાની જરૂર રહેશે. કોંગ્રેસ પાર્ટીને જુદા જદા સ્તર પર દેખાવવા પુરતા પાર્ટી વડાઓને દુર કરવા પડશે.
પાર્ટીને સૌથી પહેલા ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. કારણ કે આ ત્રણ રાજ્યોમાં પાર્ટી પાસે હવે કોઇ સંગઠન અને મજબુત નેતા રહ્યા નથી. એકદમ ઓચી સીટ સુધી કેન્દ્રિત થઇને કોંગ્રેસ હવે ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી શકવાની સ્થિતીમાં નથી.