ડલ્લાસ, ટેક્સાસ : અમેરિકાના ડલ્લાસ શહેરમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં કર્ણાટકના ભારતીય મૂળના એક મોટેલ મેનેજર ચંદ્રમૌલી “બોબ” નાગમલ્લૈયાહની તેમના પોતાના કર્મચારી દ્વારા માથું કાપી નાખી ક્રૂરતાથી હત્યા કરી નાખી હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટના 10 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે ડલ્લાસના Samuell Boulevard ખાતે આવેલા “Downtown Suites Motel”માં બની હતી. 50 વર્ષીય ચંદ્રમૌલી અહીં મેનેજર તરીકે કામ કરતા હતા અને તેમનો પરિવાર પણ આજ મોટેલ પર રહેતો હતો.
હુમલાખોરે માથું કાપીને કચારપેટીમાં નાખી દીધું
પ્રાથમિક માહિતી મુજબ, મોટેલમાં કાર્યરત કર્મચારી યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ (ઉંમર 37) અને ચંદ્રમૌલી વચ્ચે એક તૂટેલી વોશિંગ મશીનને લઈને વાદવિવાદ થયો હતો. જેને લઈને કોબોસ-માર્ટિનેઝે ગુસ્સાથી ધૂંઆપૂંઆ થઈ ગયો હતો અને મોટેલની ઓફિસમાં ઘૂસી ગયો હતો, જ્યાં ચંદ્રમૌલીની પત્ની અને પુત્ર હાજર હતા. તેણે ચંદ્રમૌલી પર તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને ક્રૂરતાથી તેનું માથું કાપીને હત્યા કરી નાખી. ચોંકવાનારી વાત તો એ છે કે, આ આખી ઘટના ચંદ્રમૌલીની પત્ની અને 18 વર્ષીય પુત્રની આંખો સામે બની. હુમલાખોરે માથું કાપીને નજીકના કચરાના ડમ્પસ્ટરમાં ફેંકી દીધું હતું.
આરોપી ધરાવે છે ગુનાહિત ઇતિહાસ
યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ સામે અગાઉથી પણ અનેક ગુના નોંધાયેલા છે જેમાં ચોરી, મારામારી અને બળાત્કાર જેવા ગુનાઓ સામેલ છે. હાલ તેના વિરુદ્ધ તેના વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ભારતીય સમુદાયમાં આક્રોશ
આ ઘટનાએ યુએસમાં વસવાટ કરતાં ભારતીય સમુદાયને હચમચાવી મૂક્યો છે. વિશેષ કરીને કર્ણાટકના લોકો અને ઉદ્યોગ ક્ષેત્રમાં કામ કરતા અન્યો માટે આ ઘટના એક ચેતવણીરૂપ બની છે. ભારતીય કૌન્સ્યુલેટ (હ્યુસ્ટન) દ્વારા મૃતકના પરિવાર સાથે સંપર્ક કરવામાં આવ્યો છે અને જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.