ભારતીય ફુટબોલ નવી ઉંચાઇ પર જશે

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ક્રોએશિયાના દિગ્ગજ ફુટબોલ ખેલાડી તરીકે રહી ચુકેલા ઇગોર ભારતીય ફુટબોલ સાથે જોડાવવા જઇ રહ્યા છે. જેના કારણે ભારતીય ટીમ પણ ફુટબોલની દુનિયામાં આવનાર સમયમાં તેની બોલબાલા વધારી શકાશે. ભારતીય ફુટબોલ ટીમની સ્થિતીને ટોપ સ્તર પર લઇ જવા માટે હવે તૈયારી કરી લેવામાં આવી છે. જેના ભાગરૂપે જ આ નિમણૂંક કરવામાં આવી છે. ક્રોએશિયાના આ દિગ્ગજ ખેલાડીની વાત કરવામાં આવે તો તે લોકપ્રિય સ્ટાર ખેલાડી તરીકે રહ્યો છે.

ક્રોએશિયા તરફથી રમતા તે ૧૯ ગોલ કરી ચુક્યો છે. ક્રોએશિયાના સૌથી શાનદાર ડિફેન્ડર તરીકે તેની ગણતરી થતી હતી. જયારે ૧૯૯૮માં ક્રોએશિયાની ટીમ વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાને રહી હતી ત્યારે તે ટીમના સભ્ય તરીકે હતો. ઇગોરની વાત કરવામાં આવે તો તે ક્રોએશિયા તરફથી કુલ ૫૩ મેચો રમી ચુક્યો છે. જ્યારે ૩૨૨ મેચો ક્લબ તરફથી રમી ચુક્યો છે. વર્ષ ૧૯૯૬માં જ્યારે યુરોપિયન ચેમ્પિયનશીપમાં અંતિમ આઠમાં ક્રોએશિયાની ટીમ પહોચી ત્યારે તે ટીમમાં પણ હતો. ઇ ગોર સ્ટિમેકને ખુબ કુશળ ડિફન્ડર તરીકે ગણવામાં આવે છે. વર્ષ ૨૦૧૪માં પોતાની ટીમને વિશ્વ કપમાં ક્વોલિફાઇંગ કરાવી દેવામાં પણ તે સફળ રહ્યો હતો . ઇગોર ભારતીય ફુટબોલ ટીમના કોચ તરીકે પાંચમી જુનના દિવસે ભારત પહોંચનાર છે. ભારતીય ટીમ તેમના કોચ તરીકેના ગાળા દરમિયાન પ્રથમ વખત થાઇલેન્ડની સામે રમનાર છે. જ્યાં ભારતીય ટીમ કિગ્સ કપમાં પોતાની પ્રથમ મેચ કુરાકાઓની સામે રમનાર છે. દરમિયાન ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનલ છેત્રીએ કહ્યુ છે કે પ્રથમ પ્રવાસ ઇગોર માટે મુશ્કેલ ભરેલો રહેશે. કારણ કે કેમ્પ તો ૧૮ અને ૨૦ મેના દિવસે થનાર છે. જો તે ચાલુ સિઝન રહી હોત તો તેઓ સ્પર્ધાથી પહેલા ટીમને કુશળ બનાવી શક્યા હોત.

પરંતુ સમય ઓછો રહેલો છે. હાલમાં તમામ ખેલાડી આરામ કરી રહ્યા છે. છતાં તે તમામ ટીમના ખેલાડીને સંદેશ આપી ચુક્યો છે કે કઠોર મહેનત કરવામાં આવે તે જરૂરી છે. પોતાના ફિટ રાખવા માટે કહેવામાં આવ્યુ છે. ઇગોરને ભારતીય ફુટબોલ ટીમના નવા કોચ તરીકે બનાવી દેવામાં આવ્યા બાદ આશા વધી ગઇ છે. બે વર્ષ માટે તેમની સાથે કરાર કરવામાં આવ્યો છે. ઇગોર ક્રોએશિયામાં ફુટબોલ અને ફુટબોલ ખેલાડીઓના વિકાસ માટે ખુબ મહેનત કરી ચુક્યા છે. બ્રાઝિલમાં જ્યારે ૨૦૧૪માં વર્લ્ડ કપનુ આયોજન કરવામા આવ્યુ ત્યારે ઇંગોર પોતાની ટીમને ક્વોલિફાઇંગ કરવામાં સફળતા મેળવી હતી. તેમના ગાળા દરમયાન ક્રોએશિયાની ટીમમાં માતેયો કાવાકિચ, આંતે રેબિચ, એલેન હેલિલોવિચ જેવા ખેલાડી રાષ્ટ્રીય ટીમમાં પ્રવેશી ગયા હતા. ક્રોએશિયાના ઇગોર સ્ટમેકની કોચ તરીકે પસંદગી કરવામાં આવ્યા બાદ ચોક્કસપણે ભારતીય ટીમને ફાયદો થશે.

હવે ક્રિકેટની જેમ ફુટબોલને પણ મજબુત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યુ છે. આવનાર દિવસોમાં ભારતીય ફુટબોલ ટીમ પણ શક્તિશાળી તરીકે ઉભરીને આવશે અને ક્રિકેટની જેમ ફુટબોલમાં પણ ડંકો વગાડશે તેમાં કોઇ બેમત નથી. ભારતીય ફુટબોલમાં મહેનત કરવામા આવી રહી છે. ફીફા જુનિયર સ્તર પર વર્લ્ડ કપનુ આયોજન પણ ભારતમાં વિતેલા વર્ષોમાં કરવામાં આવ્યુ છે. આવી સ્થિતીમાં હવે ભારતીય ચાહકોને વર્લ્ડ સ્તરની રમત ફુટબોલમાં જોવા મળશે. ઇગોર વર્લ્ડ સ્તરના ખેલાડી રહી ચુક્યા છે. તેમની પાસેથી સારા દેખાવની અપેક્ષા છે. સુનિલ છેત્રીને પણ કુશળ ફુટબોલર તરીકે ગણવામાં આવે છે. તે આંતરરાષ્ટ્રીય સ્તર પર જોરદાર દેખાવ કરતો રહ્યો છે. સાથે સાથે તેના નેતૃત્વમાં ભારતીય  ટીમ પણ કેટલાક મંચ પર જોરદાર દેખાવ કરી ચુકી છે. આવી સ્થિતીમાં હવે કુશળ કોચ ઇગોરની એન્ટ્રી થઇ ગયા બાદ ભારતીય ટીમ વિશ્વ ફુટબોલમાં તેની હાજરી વધારે મજબુત રીતે દાખલ કરાવી શકશે.

Share This Article