૩૦મી મેના દિવસથી વર્લ્ડ કપ ક્રિકેટની શરૂઆત થઇ રહી છે ત્યારે તમામ વિદેશી ખેલાડી કેમ્પમાં ભાગ લેવા માટે પોત પોતાના દેશમાં પરત ફરી રહ્યા છે. બીજી બાજુ ભારતીય ખેલાડીઓ છેલ્લે સુધી આઇપીએલમાં રમીને વર્લ્ડ કપમાં જશે. જ્યાં સુધી ભારતીય ખેલાડીઓની વાત છે તો વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલા તમામ ભારતીય ખેલાડી આઇપીએલમાં રમી રહ્યા છે. આ બાબત સામાન્ય રીતે કહેવામાં આવે છે કે ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ અને વનડે ક્રિકેટ વચ્ચે ખુબ અંતર છે. હવે પ્રશ્ન એ થાય છે કે મોટા ભાગની પ્રમુખ ટીમો વનડે ક્રિકેટની તૈયારી સાથે વર્લ્ડ કપમાં ઉતરશે.
જ્યારે ભારતીય ટીમ આઇપીએલમાં રમીને ટ્વેન્ટી ક્રિકેટની તૈયારી સાથે પહોચનાર છે. આની વર્લ્ડ કપમાં દેખાવ પર કોઇ અસર થશે કે કેમ તેને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. તમામ સ્ટાર ખેલાડીઓને તો ઇજાથી પણ હાલમાં બચવાની જરૂર છે. થોડાક દિવસ પહેલા જ પૂર્વ ભારતીય કેપ્ટન અને વર્લ્ડમાં પ્રબળ ભૂમિકા અદા કરનાર ધોનીને કમરમાં દુખાવો રહ્યો હતો. જેથી તે કેટલીક મેચોમાં રમી શક્યો ન હતો. ધોનીએ કહ્યુ છે કે સાવધાની જરૂરી બની છે.
જો કે ધોનીની ટીમ તો પ્લે ઓફમાં સ્થાન બનાવી ચુકી છે. જો કે ધોની એક ખેલાડી અને કેપ્ટન તરીકે ચેન્નાઇ માટે ખુબ ઉપયોગી છે. જો ધોની આગામી મેચોમાં આરામ કરવાનો નિર્ણય કરશે તો ટીમના દેખાવ પર માઠી અસર થઇ શકે છે. આઇપીએલ બાદ ટીમ ઇન્ડિયાની પાસે એક સપ્તાહથી લઇને ૧૦ દિવસ સુઘી તૈયારી કેમ્પ ચાલનાર છે. જો કે આવુ કરવાથી આઇપીએલમાં રમી રહેલા ખેલાડીઓને બિલકુલ આરામ મળી શકશે નહીં.થાક સાથે ખેલાડીઓ વર્લ્ડ કપમાં રમે તે બાબત યોગ્ય નથી.