કોર્પ્સ ઓફ મિલેટ્રી પોલિસની વિશેષ મોટરસાઇકલ પ્રદર્શન ટીમ ‘શ્વેત અશ્વ‘ની મોટરસાઇકલ અભિયાનને ૧૯૯માં ભારતીય સેનાના ઓપરેશન વિજયની સ્મૃત્માં ૨ જુલાઇ, ૨૦૧૮ના રોજ ઝંડી આપી રવાના કરવામાં આવી છે. આ મોટરસાઇલ ટીમ દેશના આઠ રાજ્યમાંથી પસાર થતા બેંગલુરૂથી દ્રાસ, જમ્મૂ-કાશ્મીર સુધી ૩૨૫૦ કિલોમીટરનું અંતર ૨૪ દિવસોમાં પૂરૂં કરશે અને ૨૬ જુલાઇ, ૨૦૧૮ના રોજ દ્રાસ ખાતેના કારગિલ યુદ્ધ સ્મારકે પહોંચશે.
‘શ્વેત અશ્વ‘ની રચના ૧૯૫૨માં સીએમપી સેન્ટર એન્ડ સ્કૂલ, ફૈઝાબાદમાં કરવામાં આવી હતી. પોતાની રચના બાદ આ ટીમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આયોજનોમાં પોતાનું પ્રદર્શન દર્શાવ્યું છે અને ‘શ્વેત અશ્વ‘ના નામે ત્રણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે. આ મોટરસાઇકલ અભિયાનનું સમાપન કારગિલ વિજય દિવસ સમારંભના ભાગરૂપે કારગિલ યુદ્ધ સ્મૃતિ દ્રાસમાં ૨૬ જુલાઇના રોજ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કારગિલ યુદ્ધ લગભગ ૬૦ દિવસ સુધી ચાલ્યું હતુ અને સત્તાવાર રીતે ૨૬ જુલાઇ, ૧૯૯૯માં સમાપ્ત થયું હતુ. આ યુદ્ધમાં ૫૨૭ સૈનિકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતુ. આ યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો. તેથી કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના સમ્માનમાં કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે.
આ અભિયાનનો ઉદ્દેશ ભાઇચારાને મજબૂત બાનાવવાનો, કારગિલ યુદ્ધમાં શહીદો દ્વારા અપાયેલા બલિદાનો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પવાનો અને યુવકોને ભારતીય સેનામાં સમાવિષ્ટ થવા માટે પ્રેરિત કરવાનો છે.