ભારતીય વાયુસેનાની એક ટીમ જેમાં ચાર એસયૂ-30 એમકેઆઈ, એક એક્સ સી -130 અને એક એક્સ સી-17 વિમાનનો સમાવેશ થાય છે, તે ઓસ્ટ્રેલિયાના ડાર્વિન એરોફોર્સ બેસ પર ઉતર્યા હતા. આ પહેલો પ્રસંગ છે જેમાં ભારતીય વાયુસેના દળ રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સની સાથે ઓસ્ટ્રેલિયામાં બહુરાષ્ટ્રીય વાયુ અભ્યાસમાં ભાગ લઇ રહ્યું છે. સમગ્ર વિશ્વના 100થી વધુ વિમાન આ અભ્યાસ કાર્યક્રમમાં સમાવિષ્ટ થશે અને વાયુ યોદ્ધાઓના યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સંચાલનની અનોખી પ્રદાન કરશે.
રાષ્ટ્રમંડળ દેશોના સભ્યોના રૂપમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે હંમેશાથી સારા દ્વિપક્ષીય સંબંધ રહ્યા છે. બન્ને દેશોની વાયુ સેનાઓએ બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લીધો હતો. એસયૂ-30 એમકેઆઈ વિમાને સમુદ્ર પાર કરી અમારી રણનીતિક પહોંચ અને વ્યાવસાયિકતાને પ્રદર્શિત કરી છે.
ગગન શક્તિ અભ્યાસ 2018 અંતર્ગત ભારતીય વાયુસેનાએ ઇંડોનેશિયા અને મલેશિયાની વાયુ સેનાઓની સાથએ અભ્યાસ કર્યો હતો. હવે ભારતીય વાયુસેના ઓસ્ટ્રેલિયાની વાયુસેનાની સાથે પહેલી વાર પિચ બ્લેક-18 અભ્યાસમાં ભાગ લઇ રહી છે. આ ભારતીય વાયુસેનાની ક્ષમતાને દર્શાવે છે.