પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર હુમલો કરીને ત્રાસવાદીઓએ ભારે નુકસાન પહોંચાડી દીધા બાદ ભારતીય હવાઇ દળે જે રીતે પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદીઓના અડ્ડા પર હવાઇ હુમલા કર્યા હતા તેના કારણે ભારતીય હવાઇ દળની તાકાતનો પરચો તમામને ફરી એકવાર મળી ગયો છે. વિશ્વમાં ભારતની તાકાતની નોંધ લેવાઇ છે. જે રીતે પાકિસ્તાની હવાઇ હુમલાને ભારતીય હવાઇ દળે નિષ્ફળ કર્યો અને તેના એઅક એફ-૬ વિમાનને પણ ફુંકી મારવામાં આવ્યુ તેનાથી ભારતની કુશળતા દેખાઇ આવે છે. ભારતીય હવાઇ દળની પાસે આજે આધુનિક મિરાજ, તેજસ, જગુઆર, મિગ વિમાનો છે. તેના શ†ાગારમાં રહેલા વિમાનો પાકિસ્તાન અને અન્ય કોઇ પણ દુશ્મન દેશના નાપાક ઇરાદા નિષ્ફળ કરી શકે છે.
ઇન્ડિયા એરોનોટિક્સ લિમિટેડના યુનિટો કાનપુર, નાસિક, હૈદરાબાદ તેમજ અન્ય જગ્યાએ છે જેમાં મિંગ-૨૧ વિમાનના માળખાને તૈયાર કરવામાં આવે ચે. એÂન્જનનુ નિર્માણ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ સાધન બનાવવામાં આવે છે. રશિયાની સાથે મળીને ભારત સુખોઇ વિમાનનુ નિર્માણ પણ કરે છે. જે આકાશથી જમીન પર અચુક ટાર્ગેટને પાર પારે છે. ઇસરોના સહકાર સાથે પણ હવાઇ દળને ખાસ તાકાત મળી છે. જેના કારણે દુશ્મનની ગતિવિધી પર ચાંપતી નજર રાખવામાં આવે છે. આવનાર સમયમાં ભારતની શક્તિની વિશ્વમાં નોંધ લેવામાં આવનાર છે. સંયુક્ત રાષ્ટ્રના જુદા જુદા મિશનમાં પણ ભારતીય સેના સફળ રહી છે. કાંગોમાં પણ સફળ મિશન પાર પાડ્યા છે. ભારતમાં ૬૦થી વધારે એરબેઝ છે.
જે પૈકી સૌથી વધારે પશ્ચિમ કમાન્ડમાં છે. હવાઇ દળને આ ગર્વ પણ હાંસલ છે કે તેના દ્વારા સૌથી ઉંચા એરબેઝ પર ઉડાંણ ભરવામાં સફળતા હાંસલ કરી છે. દેશની બહાર રહેલા દુશ્મનોના નાપાક ઇરાદાને નિષ્ફળ કરવા માટે તો સેના સજ્જ છે પરંતુ સાથે સાથે દેશની અંદર જ્યારે કોઇઉ કુદરતી હોનારત થાય છે ત્યારે વાયુ સેના લોકો માટે વરદાન સમાન સાબિત થાય છે. આસામમાં પુર હોય કે પછી કોઇ હિસ્સામાં ભૂકંપ હોય કે પછી અન્ય કોઇ હોનારત હોય વાયુસેના હમેંશા જારદાર કાર્યવાહી કરે છે. વાયુ સેનાને તમામ સુવિધા આપવામાં આવી રહી છે. તેમના જવાનોને નિવૃતિ બાદ પેન્શન મળે છે. આના કરતા પણ વધુમાં જે સન્માન મળે છે જે કોઇ હિરોના મળતા નથી. જેના કારણે આજે દરેક યુવાન વિંગ કમાન્ડર અબિનંદન બનવાની ઇચ્છા ધરાવે છે. જા કે સારા ભાગ્યના કારણે જ દેશની સેવા કરવાની તક વ્યક્તિને મળે છે. ભારત અને પાકિસ્તાનની હવાઇ તાકાત અંગે માહિતી મેળવવામાં આવે તો જાણી શકાય છે કે પાકિસ્તાન કરતા ભારત પાસે અનેક ગણા વિમાનો રહેલા છે. જે તેની શક્તિનો પરિચય આપે છે. હવાઇ તાકાતની વાત કરવામાં આવે તો ભારતની પાસે કુલ ૨૧૮૫ વિમાનો રહેલા છે. જ્યારે પાકિસ્તાન પાસે ૧૨૮૧ વિમાનો રહેલા છે.
જા યુદ્ધ વિમાનોની વાત કરવામાં આવે તો પાકિસ્તાન પાસે ૩૨૦ અને ભારત પાસે ૫૯૦ યુદ્ધ વિમાનો છે. આવી જ રીતે ભારતની પાસે ૮૦૪ અટેક જેટ્સ છે જ્યારે પાકિસ્તાન પાસે ૪૧૦ આવા પ્રકારના વિમાનો છે. ભારતીય વાયુસેનાના ફાઇટર જેટમાં મિરાજ ૨૦૦૦ના અરગ્રેડ વિમાનો અને સુખોઇ વિમાનો છે. મિંગ ૨૯ વિમાનો છે. સુખોઇ અને મિંગ વિમાનો રશિયામાં બન્યા છે. જ્યારે મિરાજ જેટ્સ ફ્રાન્સમાં તૈયાર કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની પાસે તમામ વિમાનો છે તે પૈકી અનેક વિમાનો અપગ્રેડ કરવામાં આવ્યા નથી. ભારત પાકિસ્તાનની તુલનામાં અનેક ગણી શક્તિ ધરાવે છે.